પર્યાયોને સુવર્ણ કરે છે.” તેમ. દ્રવ્યની અભિધેયતા વખતે પણ, સત્–ઉત્પાદમાં દ્રવ્યની
નિપજાવનારી અન્વયશક્તિઓ ક્રમપ્રવૃત્તિ પામીને તે તે વ્યતિરેકપણાને પામતી થકી દ્રવ્યને પર્યાયો
(–પર્યાયોરૂપ) કરે છે.” દ્રવ્યને પર્યાયોરૂપ કરે છે. થોડું વાંચવું જોઈએ, વિચારવું જો્રઈએ. એમને એમ
અધ્ધરથી હાલે એમ નહીં હાલે! આહા... હા! આ એમને એમ અનાદિ-અજ્ઞાન તો હાલ્યું છે! આહા...
હા! વસ્તુની સ્થિતિ જે છે એમાંથી કંઈપણ ઓછું, અધિક, વિપરીત (માને.) પરના સંબંધે (કાર્ય)
થાય. એ જો કંઈ થઈ જાય તો ઈ વિપરીતદ્રષ્ટિ છે ઈ. આહા.. હા! (પર્યાય) ‘નહોતી ને થઈ’ માટે
પરના લક્ષે ને પરના સંબંધે થઈ- એકદમ કેવળ (જ્ઞાન) થાય, એકદમ ક્ષાયિક સમકિત થાય, એકદમ
મતિ-શ્રુતજ્ઞાન, ઝળહળ જ્યોતિ પ્રભુ! ચૈતન્ય પ્રગટે, એ સંબદ્ધ નહોતો ને પહેલો થયો, એ તો
પર્યાયની મુખ્યતાથી કહેવામાં આવે છે. બાકી એની પર્યાયની સાથે, અન્વયની સાથે સંબદ્ધ ગૌણ-પણે
છે. આહા... હા! અને જ્યારે અન્વયના સંબદ્ધથી જ્યારે સદ્સંબદ્ધપર્યાય થઈ જયારે એમ કહીએ તો
અન્વય છે એમાંથી જ એ આવી છે. એને સદ્સંબદ્ધ પર્યાય (અહીંયાં) કહેવામાં આવે છે. અહા...
હા... હા! હવે આવી વાતું! એના ચોપડામાં આવે નહીં, દુકાનમાં (આવે નહીં.) અપાસરે જાય તો ય
સાંભળવા મળે નહીં. દેરાસર જાય તો ય સાંભળે નહીં. આહા...! આવી વાતું છે બાપુ! ઝીણી બહુ
ભાઈ! શું થાય?
એની એને ખબરું નથી. મોઢે કહીએ તો સાંભળતા નથી. પણ ઈ તો એકાંત છે-એકાંત છે એમ
એકાંત કહીને (તત્ત્વની વાતને) ઉડાડી દ્યે. (તેથી) આ લખી જાઉં છું એમ કહીને આમાં લખ્યું છે.
‘પંચસંગ્રહ’ અધ્યાત્મનું (શાસ્ત્ર) એમાં લખી ગયા છે. લખી જાઉં છું બાપુ! મારગડા કોઈ જુદા છે!
આહા... હા! સમ્યગ્દર્શનની પર્યાય, એ અન્વય અંદર દર્શન-શ્રદ્ધાગુણ છે એના સંબંદ્ધ ‘છે એમાંથી
આવી છે’ એ દ્રવ્યદ્રષ્ટિને મુખ્ય કરતાં એમ કહેવાય. (અને) પર્યાયને મુખ્ય કરીને (કહીએ તો પણ)
અન્વય ને ગુણ તો રાખવા જ તે-અભાવ છે એમ બિલકુલ નહીં. એ પર્યાયની મુખ્યતાથી (કહીએ
ત્યારે) મિથ્યાત્વ ગયું, સમકિત થયું ઈ પર્યાય અસદ્ થઈ ‘નહોતી ને થઈ’ (સમકિતની પર્યાય)
એમ કહેવામાં આવે છે. આહા... હા... હા! અને એમેય કહેવામાં આવે છે કે મિથ્યાત્વ છે એ ઉપાદાન
છે. અને સમકિત છે તે ઉપાદાય છે એટલે કેઃ મિથ્યાત્વ છે તેનો ક્ષય થાય છે ત્યારે સમકિતની
પર્યાયની ઉત્પત્તિ થાય છે એમ એનો (ઉપાદાન-ઉપાદેય) નો અર્થ છે. આહા... હા! આકરી વાતું બહુ
બાપુ! લોકોને કંઈ કાને પડી નથી! એમને એમ આંધળે આંધળા, જગત ચાલ્યું જાય છે. તત્ત્વ જે છે
અંદર આત્મા! અનંત-અનંત ગુણનો ગંભીર સાગર! એની પર્યાય જે થાય-અવસ્થા તે અવસ્થા છતી