Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 461 of 540
PDF/HTML Page 470 of 549

 

background image
ગાથા – ૧૧૧ પ્રવચનસાર પ્રવચનો ૪૬૧
થાય છે. ‘છે તે થાય છે’ છતી થાયછે’ આહા..! એ દ્રવ્યતાની મુખ્યતાથી કહીએ ત્યારે એમ છે.
પર્યાયની મુખ્યતાથી કહીએ ત્યારે અછતી થાય છે ‘નહોતી ને થઈ’ છતાં ગૌણપણે અન્વયનો સંબંધ
તો છે એને. અધ્ધરથી આમ ને આમ થઈ છે (એમ છે નહીં.) સમજાણું કાંઈ? આહા... હા! આવી
વાતું છે હવે! થયું ને? (સ્પષ્ટીકરણ) “દ્રવ્યને પર્યાયો (–પર્યાયોરૂપ) કરે છે.”
(અહીંયાં કહે છે કેઃ) “જેમ સુવર્ણની નિપજાવનારી અન્વયશક્તિઓ ક્રમપ્રવૃત્તિ પામીને તે
તે વ્યતિરેકવ્યક્તિપણાને પામતી થકી સુવર્ણને બાજુબંધ આદિ પર્યાયમાત્ર (–પર્યાયમાત્રરૂપ) કરે છે
તેમ.”
આહા... હા! ઈ પર્યાય સુવર્ણને કરે છે ને સુવર્ણ પર્યાયને કરે છે. આહા... હા... હા... હા! એ
સુવર્ણની પર્યાય જે છે, તેથી સુવર્ણની સિદ્ધિ થાય છે કહે છે. અને સુવર્ણની સિદ્ધિ છે તેનાથી પર્યાયની
સિદ્ધિ થાય છે- આહા...હા! કોઈ પરદ્રવ્ય છે માટે (સુવર્ણના) પર્યાયની સિદ્ધિ થાય છે- પર્યાયની
સિદ્ધિ થાય છે નવી એકદમ (બાજુબંધ વીંટી, વીંટીમાંથી કડાં) એથી પરદ્રવ્યનો સંબંધ છે તેથી થાય છે
એમ નથી. દેવીલાલજી! આહા... હા!
(શ્રોતાઃ) ભગવાનના સમવસરણમાં આવતા આંધળા ય દેખતા
થઈ જાય? (ઉત્તરઃ) આહા...હા! મિથ્યાદ્રષ્ટિ પડયા છે ન્યાં. અનંતવાર સમોસરણમાં ગયો છે.
અનંતવાર સાંભળ્‌યું છે. પણ અંદર પર્યાય છતી, છતાં દ્રવ્યમાં છતી પડી છે- શક્તિઓ ને શક્તિવાન
પર દ્રષ્ટિ ન ગઈ. આહા...હા! શક્તિવાન ને શક્તિવાળો ને શક્તિ છે અનંત-અનંતગુણનો સાગર
ગંભીર પ્રભુ! એ પર દ્રષ્ટિ ન ગઈ-ભગવાનના સમોસરણમાં (ભગવાનને) અનંતવાર સાંભળ્‌યા.
ભગવાનની આરતી અનંતવાર ઉતારી. આહા...હા! મણિરતનના દીવા! હીરાના થાળ! કલ્પવૃક્ષના
ફૂલ- લઈ ભગવાનની આરતી ઉતારી એમાં શું વળ્‌યું અનંતવાર ઉતારી ઈ તો રાગ છે! આહા...! એ
કંઈ ધરમ નથી. આહા...હા...હા!
અહીંયાં તો કહે છે કે પર્યાયની ઉત્પત્તિ ભલે રાગની થઈ. તો પણ અંદર શક્તિનીય યોગ્યતા
તો હતી, એ યોગ્યતા વિના થતી નથી. પરને લઈને થઈ નથી એમ સિદ્ધ કરવું છે. આહા... વાહ!
આહા... હા!
“માટે દ્રવ્યાર્થિક કથનથી સત્–ઉત્પાદ છે; શું કીધું? ‘દ્રવ્યાર્થિક’ શું સાંભળ્‌યું ન હોય
કેટલાકે તો. વાણિયામાં જનમ થયો ને જન્મીને...! ‘દ્રવ્યાર્થિક’ એટલેશું? (તેની ખબર ન મળે!)
દ્રવ્યાર્થિક એટલે જે વસ્તુ છે- દ્રવ્ય છે. એના- દ્રવ્યના પ્રયોજનવાળી જે દ્રષ્ટિ છે એ દ્રવ્યાર્થિક દ્રષ્ટિ
કહેવાય છે. આહા... હા! આંધળે-આંધળું હાલ્યું! આ બાજુ દેખનાર ને (એક) આંધળો હતો. આવે છે
(પદમાં) ‘અંધોઅંધ પલાય’ આંધળો છું કે દેખનાર વિચારેય કરતો નથી. કે શું પણ. સમ્યગ્દર્શન શું
છે? અને ધરમની શરૂઆત થાય ત્યારે શું થાય? અને કેમ થાય? આહા... હા! તેની શરૂઆત થવા
દ્રવ્યમાં છતી શક્તિ પડી છે. એથી તેને દ્રવ્યની દ્રષ્ટિ થતાં તેને સમકિત થાય છે. સમજાણું કાંઈ?
આહા.. હા! દ્રવ્યમાં શ્રદ્ધા નામની શક્તિ તો અનાદિ અન્વય પડી છે. અને એ શક્તિનો ધરનાર
ભગવાન (આત્મા) એ પણ અન્વયસ્વભાવ છે. આહા... હા! પણ એના ઉપર દ્રષ્ટિ દીધી નહીં
જેમાંથી