Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 462 of 540
PDF/HTML Page 471 of 549

 

background image
ગાથા – ૧૧૧ પ્રવચનસાર પ્રવચનો ૪૬૨
પર્યાય આવે છે- થાય છે તેના ઉપર દ્રષ્ટિ આપી નહીં. આમ-આમ દ્રષ્ટિને-ભગવાનને સાંભળી ને
થાશે ને...! આહા... હા! અને નવી પર્યાય થઈ, એને તો મુખ્યપણે પર્યાય ‘નહોતી ને થઈ’ એમ
કહ્યું. ગૌણપણે તો એનેય અન્વયનો સંબંધ છે. સમજાય છે કાંઈ...? આહા... હા! શું શૈલી!! ગજબ
શૈલી છે!!!
(કહે છે સદ્ગુરુ કેઃ) તને જો ધર્મની પર્યાય પ્રગટ કરવાની હોય. તો ઈ પ્રગટ થવાની તે
ક્યાંથી (થશે) કંઈ અધ્ધરથી તે થશે? અધ્ધરથી થશે. આકાશમાં ફૂલ (ઊગતા) નથી, તે ફૂલ થઈ
જશે અધ્ધર! ઈ છે અંદર બાપુ! આહા..! અન્વય નામ કાયમ રહેનારું દ્રવ્ય છે. તેમાં અન્વય-કાયમ
રહેનારા ગુણો-શક્તિઓ છે. આહા... હા... હા! છે’ ... એની પ્રતીતિ કરતાં પર્યાય થાય છે. છે’
આખું-દ્રવ્ય આખું, તેની પ્રતીતિ-તેનું જ્ઞાન કરતાં તે પર્યાય નિર્મળ થાય છે. આહા.. હા! અને તેને
પર્યાયથી જુઓ કે ‘નો’ તી ને થઈ’ તો પણ તે અન્વય ત્રિકાળ છે એનો ગૌણપણે સંબદ્ધ તો છે જ.
એમાંથી સમકિતદર્શન થાય છે. આહા... હા! કો’ પ્રવિણભાઈ! આમાં ક્યાં! લોઢાના વેપારમાં આવું
સાંભળ્‌યું છે કેદી’ કોઈએ? આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “માટે દ્રવ્યાર્થિક કથનથી સત્–ઉત્પાદ છે” એટલે છે’ ... એમાંથી આવે
છે. (અને) “પર્યાયાર્થિક કથનથી અસત્–ઉત્પાદ છે” તે વાત અનવઘ (નિર્દોષ, અબાધ્ય) છે.”
બેય રીતે નિર્દોષ ને અબાધ્ય છે. આહા... હા! છે? (પાઠમાં) હવે એમાં પંડિતજીએ સહેલું કરી નાખ્યું
છે. સાદી ભાષામાં. (ભાવાર્થ.) “જે પહેલા હયાત હોય તેની જ ઉત્પત્તિને સત્ –ઉત્પાદ કહે છે.”
સાદી ભાષા કરી નાખી. જે.. પહેલાં... હયાત... સતા ‘છતી ચીજ હોય’ તેની જ ઉત્પતિને સત્-ઉત્પાદ
કહે છે. “અને જે પહેલાં હયાત ન હોય તેની ઉત્પતિને અસત્–ઉત્પાદ કહે છે.” જયારે પર્યાયોને
ગૌણ કરીને”
ગૌણ કરીને હોં? દ્રવ્યનું મુખ્યપણે કથન કરવામાં આવે છે, ત્યારે તો જે હયાત હતું તે
જ ઉત્પન્નથાય (છે) ”
હયાત હતું તે ઉત્પન્ન થાય. “કારણ કે દ્રવ્ય તો ત્રણે કાળ હયાત છે.” તેથી
દ્રવ્યાર્થિક નયથી
દ્રવ્યાર્થિકનય એટલે વસ્તુના પ્રયોજનની દ્રષ્ટિએ કહીએ તો “દ્રવ્યને સત્–ઉત્પાદ છે.
દ્રવ્યને સત્ઉત્પાદ છે એટલે ‘છે’ તે ઉત્પન્ન થાય છે. એ દ્રવ્યમાં છે તે પર્યાયમાં આવે છે. આહા... હા!
ભાષા તો સમજાય એવી છે પણ હવે એને (રુચિથી સાંભળવું જોઈએ) કોઈ દી’ સાંભળ્‌યું નો’ હોય
ને... નમો અરિહંતાણં... નમો અરિહંતાણં... નમો અરિહંતાણં... મિચ્છામિ પડિકકમાણિ ઈરિયા-
વિહિયા-તસ્સ ઉત્તરી મિચ્છામિ.. કરીને જાવ થઈ ગઈ સામાયિક! આહા.. હા! પ્રભુ! વીતરાગનો
મારગ! અને તું જ મોટો પ્રભુ છો! પ્રભુ? આહા..! હા! તારી મોટપનો પાર નથી નાથ!! તારામાં
એટલા ગુણો!! એટલા ગુણો ભર્યા છે!!! કે એનો જો સંબંધ કર, તો પર્યાય અંદરમાંથી ઉત્પન્ન થયા
વિના રહે નહીં. એને સત્-ઉત્પાદ કહે છે. આહા.. હા.. હા! મુખ્યપણે. અને ગૌણપણે (આ અને)
પર્યાયને મુખ્યપણે કહીએ જે નહોતી ને થઈ ત્યારે તેને (આ) પર્યાયને અન્વય સાથે છે.