Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 463 of 540
PDF/HTML Page 472 of 549

 

background image
ગાથા – ૧૧૧ પ્રવચનસાર પ્રવચનો ૪૬૩
ગૌણપણે. (તે પર્યાયને અસત્-ઉત્પાદ કીધો.) સમજાય છે કાંઈ? આહા...હા...હા! આવો કલાક જાય
હવે એમાં ઘરે પૂછે કે શું તમે સાંભળ્‌યું? આહા...હા...હા! (શ્રોતાઃ) એટલે તો અમે ઘેરે ચોપડી
ઉઘાડતા નથી...! (ઉત્તરઃ) ઉઘાડતા નથી! (મુક્ત... હાસ્ય) અહહાહા! આહા... હા!
પ્રવચનસાર!! ભગવાનની દિવ્યધ્વનિનો પોકાર છે. ત્રણલોકના નાથની દિવ્યધ્વનિ! અવાજ...
ૐ કારધ્વનિ સૂની, અર્થ ગણધર વિચારૈ. ભગવાનને’ કાર નીકળે, આવી વાણી ન હોય એની, કારણ
કે અભેદસ્પર્શી થઈ ગઈ, કેવળજ્ઞાન પૂરણ!! એને વાણી અભેદ નિરક્ષરીવાણી હોય છે. ૐકાર ધ્વનિ
સૂનિ અર્થ ગણધર વિચારૈ. રચી આગમ ઉપદેશ- એ વાણીમાંથી (ગણધર) આગમ રચે અને ઉપદેશે.
(સાંભળીને) ‘સંશય ભવી જીવ નિવારૈ.’ જે પાત્ર જીવ હોય ઈ સંશયને નિવારે. આહા...હા...હા!
બનારસીદાસના વચન છે. બનારસીદાસનું છે. ‘બનારસી વિલાસ’ છે ને...? આહા...હા!
(અહીંયાં કહે છે કેઃ) “ત્યારે તો જે હયાત હતું તે જ ઉત્પન્ન થાય છે. (કારણ કે દ્રવ્ય તો ત્રણે
કાળે હયાત છે); તેથી દ્રવ્યાર્થિક નયથી તો દ્રવ્યને સત્–ઉત્પાદ છે.” આહા... હા! (હવે અસત્-ઉત્પાદ
કહે છે.)
“અને જયારે દ્રવ્યને ગૌણ કરીને પર્યાયોનું મુખ્યપણે કથન કરવામાં આવે છે, ત્યારે જે
હયાત નહોતું તે ઉત્પન્ન થાય છે.” આહા... હા! (અસત્) પર્યાયની (વાત છે.) હયાત નહોતું તે
ઉત્પન્ન થાય છે. (એટલે) પર્યાયની પહેલી ઈ નહોતી. અન્વયપણે ગુણ (ત્રિકાળ) છે. “કારણ કે
વર્તમાન પર્યાય ભૂતકાળે હયાત નહોતો.”
વર્તમાન પર્યાય ગયાકાળમાં-ભૂતકાળમાં નહોતી. “તેથી
પર્યાયાર્થિક નયથી દ્રવ્યને અસત્–ઉત્પાદ છે.”
(એને અસત્-ઉત્પાદ કહેવામાં આવે છે.)
(વળી) “અહીં એ લક્ષમાં રાખવું કે દ્રવ્ય અને પર્યાયો જુદી જુદી વસ્તુઓ નથી.” હવે આ
(માર્મિક) આની સિદ્ધિ કરીએ. દ્રવ્ય અને પર્યાય જુદી જુદી ચીજ નથી. જેમ પરમાણુ ને બીજા છ
દ્રવ્યો (આ) આત્માથી જુદાં છે, એમ દ્રવ્ય ને પર્યાય જુદાં નથી. આહા... હા!
“તેથી પર્યાયોની
વિવક્ષા વખતે પણ” ભલે પર્યાયની (મુખ્યતાથી) કહેવામાં આવે, પણ “અસત્–ઉત્પાદમાં” પણ “જે
પર્યાયો છે તે દ્રવ્ય જ છે”
જે પર્યાય ઉત્પત્તિ છે તે દ્રવ્ય જ છે. આહા... હા... હા... હા! દ્રવ્યના
ઘેરાવામાં એ ઉત્પન્ન થયેલી છે. પરના ઘેરાવામાંથી એ ઉત્પન્ન થઈ નથી. આહા.. હા... હા અરે ત્રણ
લોકનો નાથ દિવ્યધ્વનિ કરતો હશે અને ગણધરો ને સિંહ ને વાઘ સાંભળે, સિંહને વાઘ ને નાગ!
કાળા નાગ હાલ્યા આવે આમ જંગલમાંથી (સમવસરણમાં) ઈ બાપુ! વાણી કેવી હોય! ભાઈ!
આહા... હા! એ વીતરાગની વાણી! એના રચેલાં શાસ્ત્રો, એના ભાવ ગંભીર કેટલા હોય?