આવવો જોઈએ. ગંભીરતા લાગે, એકદમ ન પકડાય, તેથી એમાં કંટાળો ન આવવો જોઈએ.
(ઊલટાની રુચિ વધવી જોઈએ.) આહા...હા...હા...હા!
દ્રવ્ય જ છે. પર્યાય બદલીને બીજી થઈ માટે દ્રવ્ય છે, એમ નથી. “અને દ્રવ્યની વિવક્ષા વખતે પણ,
સત્–ઉત્પાદમાં, જે દ્રવ્ય છે તે પર્યાયો જ છે.” જે દ્રવ્ય છે તે પર્યાયો જ છે. જે પર્યાયો છે તે દ્રવ્ય જ
છે. અને જે દ્રવ્ય છે તે પર્યાયો જ છે. આહા.. હા! અસત્-ઉત્પાદમાં પણ અન્વય ગૌણ રાખીને
પર્યાયની મુખ્યતાથી કથન કર્યુ છે. અને સત્-ઉત્પાદમાં અન્વયને મુખ્ય કરીને સત્ને સત્ ઉત્પન્ન
(સત્-ઉત્પાદ) છે એમ કહેવામાં આવ્યું છે. પણ અસત્-ઉત્પાદ છે (એમ કીધું) એટલે બિલકુલ
અન્વયનો સંબંધ જ નહોતો એમ નહીં (કારણ કે) પર્યાય પોતે દ્રવ્ય જ છે. આહા.. હા.. હા! અને
દ્રવ્ય છે તે પર્યાયો છે.