ને મોક્ષની પર્યાયને દ્રવ્ય કરતું નથી. આંહી કહે છે કે ‘દ્રવ્ય પર્યાયમાં વર્તતું થકું’ આહા... હા! ભેદ
સમજાવવો છે ને... ભિન્ન- ભિન્ન આહા.... હા!
પર્યાયોમાં વર્તતું હોવાથી” આહા... હા! “જીવ નારકત્વ” જીવનારકીપણું “તિર્યંચત્વ” તિર્યંચપણું
“મનુષ્યત્વ” મનુષ્યપણું “દેવત્વ” દેવપણું અને “સિદ્ધત્વ” સિદ્ધપણું (અથવા) સિદ્ધ- પાંચેય પર્યાય
હો? (પર્યાયો છે). ચાર ગતિની જ માત્ર એમ નહીં. “સિદ્ધત્વમાંના કોઈ એક પર્યાયે અવશ્યમેવ
થશે”- ઈ પાંચમાંથી કોઈ એક પર્યાયે (જીવ) જરૂર થશે. આહા... હા! ચાર ગતિ (ની) અને (એક)
સિદ્ધપર્યાય. (બધી) પર્યાય છે ને...! ઈ જીવ પર્યાયમાં વર્તતું થકું આહા.. હા! “પરિણમશે.” પરંતુ તે
જીવ તે પર્યાયરૂપે થઈને શું દ્રવ્યત્વભૂત અન્વયશક્તિને છોડે છે?” આહા... હા! એ સિદ્ધની પર્યાય
થઈ, છતાં ઈ દ્રવ્ય (જીવ) તે પર્યાયરૂપે થઈને શું દ્રવ્યત્વભૂત અન્વયશક્તિને છોડે છે? સિદ્ધપર્યાય થઈ
છતાં દ્રવ્ય પોતાનું દ્રવ્યત્વ અન્વયશક્તિને છોડે છે?
વર્તતું થકું પોતાના ત્રિકાળી અન્વયગુણોને છોડતું નથી. એમ સિદ્ધત્વનીય પર્યાયે વર્તતું થકું- જીવદ્રવ્ય
પોતાની દ્રવ્યત્વઅન્વયશક્તિઓને છોડતું નથી. આહા... હા... હા... હા! છે ને એમ અંદરમાં? (પાઠમાં.)
જુવાનિયાઓને તો આબધું નવું લાગે. જુવાન કોણ છે બાપાઆમાં? એ તો બધી જડની અવસ્થા છે.
ભગવાન (આત્મા) તો આ અંદરમાં (તેનો તે જ છે) કહે છે ને કે પર્યાયમાં પરિણમ્યો તો ય વસ્તુ તો
એવી ને એવી ને એમ ને એમ રહી છે. આહા... હા! એ વસ્તુ પર્યાયોમાં વર્તે છે એમ કહેવું વ્યવહારે.
આહા... હા!
દ્રવ્યત્વગુણ છે ને..! દ્રવ્યત્વ ગુણ છે ને...! તો દ્રવ્યત્વગુણનો અર્થઃ દ્રવે છે. એમ ત્યારે સિદ્ધ થાય છે ને...
(પાંચ પર્યાયો.) આહા... હા! તેથી દ્રવ્યત્વ લીધું છે ને...? (કીધું છે) ‘દ્રવ્યત્વભૂત’ એનું જે ‘પણું છે
ઈ’ પણું પાછું પર્યાયમાં જ્યારે પરિણમે છે છતાં તે અન્વયશક્તિને છોડતું નથી. આહા... હા! અરે!
આવો વિચાર કરવો ક્યારે? (વખત) મળે! નહીં ને સાંભળવા મળે નહીં ને નિર્ણય ક્યારે કરે?
‘કરવાનું તો આ છે.’ આહા... હા!
વાગ્યા સુધી રાતે મિત્રો હારે વાતું કરી સૂઈ ગયા. સવારે ઊઠયા-ઊઠયાને એકદમ આંચકો-બંધ