કરણ દ્રવ્ય છે. કર્તા દ્રવ્ય છે. અપેક્ષાથી જે વાત હોય (તે અપેક્ષા સમજવી જોઈએ)
કાંઈ (કાર્ય) થતું નથી એમાં- એમ સિદ્ધ કરવું છે. એ (આત્મા) પોતે આખો ભરેલો દ્રવ્યત્વ-
દ્રવ્યત્વની (અન્વય) શક્તિઓથી (છે.) છતાં એ દ્રવ્ય, પર્યાયોમાં વર્તતું (થકું) એને બીજું દ્રવ્ય કાંઈ
પણ કરી શકતું નથી. આહા... હા! કરમ, શરીર, વાણી, મન, દેશ -કુટુંબ (આદિ પરદ્રવ્યો) કોઈ ચીજ
એને (કાંઈ પણ કરી શકતું નથી.) ઈ દ્રવ્ય, પોતે જ ઈ પર્યાયોમાં (પર્યાયભૂત વ્યતિરેકવ્યકિતઓમાં)
વર્તે છે (એમ કીધું છે.) બીજાં દ્રવ્ય, એને વર્તાવે છે (એમ નથી.) આહા... હા! આવું (અકર્તાપણું
સમજવા) વખત ક્યાં મળે? (આવું) સાંભળવું જ કઠણ પડે!ં (લોકોને) ઓલું તો દયા પાળો...
વ્રત કરો... ભક્તિ કરો... તપ કરો... લો! (સમજવાની એમાં જરૂર જ નહીં.) આહા... હા! “એક
વ્યાખ્યાને પૂરું છે’!!
પર્યાયે અવશ્યમેવ થશે. કોઈપણ પર્યાયે જરૂર થશે (જ). આહા... હા! એમ કરીને - એ પર્યાયનો
કાળ- એનાથી છે. એ પર્યાય (નો ઉત્પાદ) ફલાણું દ્રવ્ય આવ્યું અકસ્માત ને એકદમ આમ થઈ ગયું.
એકદમ ફેરફાર થયો. પરદ્રવ્યમાં-એ દ્રવ્ય (કર્મ) નો સંયોગ એકદમ આકરો આવ્યો (માટે આમ થયું)
એત્રપ વાતમાં માલ કાંઈ નથી એમ કહે છે. એ દ્રવ્ય પોતે જ તે કાળે પર્યાયમાં વર્તે છે તેથી થે થઈ
છે. આહા... હા! પર (દ્રવ્ય) કર્મને લઈને નહીં, સંયોગને લઈને નહી, અકસ્માત કાંઈ નહીં, આહા...
હા! અકસ્માત નહીં, તે દ્રવ્ય પોતે તે સમયે તે પર્યાયે વર્તે છે, તે પ્રમાણે વર્તે છે. આહા... હા!
સમજાણું?
(જીવદ્રવ્ય) થયું છતાં શું તે દ્રવ્ય, દ્રવ્યત્વભૂત અન્વયશક્તિને છોડે છે? આહા... હા! તેનો ભાવ અને
ભાવવાન (જીવદ્રવ્યનું) ઈ પર્યાયમાં ભલે આવ્યું છતાં તેનું ભાવવાનપણું એ ‘ભાવે’ કદી છોડયું છે?
આહા... હા! વસ્તુ છે ને...! તત્ત્વ છે ને તત્ત્વ.. અસ્તિ છે ને...! ‘સત્’ ... છે ને... ‘સત્’ નું સત્પણું
છે ને...! સત્પણું રાખીને પર્યાયમાં પ્રવર્તે છે ને...! કે સત્પણું છોડીને પર્યાયમાં પ્રવર્તે છે? આહા...
હા! શું શૈલી!! આચાર્યની ટીકા!!