Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 474 of 540
PDF/HTML Page 483 of 549

 

background image
ગાથા – ૧૧૨ પ્રવચનસાર પ્રવચનો ૪૭૪
થઈને” પર્યાયપણે (આત્મા) થયો. “શું દ્રવ્યત્વભૂત અન્વયશક્તિને છોડે છે? સિદ્ધપર્યાય થઈ, એથી
શું ગુણની -અન્વયશક્તિ-દ્રવ્યનું દ્રવ્યત્વ છે- એ છોડે છે? કે નરકમાં જઈને -સાતમી નરકે ગયો. પણ
તે પર્યાયોમાં વર્તતું દ્રવ્ય, એ દ્રવ્યનું દ્રવ્યપણું-આ અન્વયશક્તિઓ શું ત્યાં છોડે છે? આહા... હા! આ
ટીકા કહેવાય! જોઈ! આ સિદ્ધાંત! થોડામાં ઘણું ભર્યું હોય- ‘ભાવ’ . અમૃતચંદ્રાચાર્ય! દિગંબર સંત!
ચાલતા સિદ્ધ!! આહા... હા! એની આ ટીકા છે.
(કહે છે) (શ્રોતાઃ) અભવી તો અનાદિ -અનંત મિથ્યાત્વરૂપે જ પરિણમે છે...! (ઉત્તરઃ)
ભલે પરિણમે. (પણ) દ્રવ્યનું દ્રવ્યત્વપણું છૂટયું છે? ભલે મિથ્યાત્વપણે પરિણમ્યો. પણ દ્રવ્યનું દ્રવ્યત્વ
-અન્વયશક્તિઓ જે ગુણો છે એમાંથી કંઈ ઓછું (થયું કે) કંઈ છૂટયું છે?
(શ્રોતાઃ) અનંતકાળથી
શું એવો ને એવો છે? (ઉત્તરઃ) એવો ને એવો છે ને એવો ને એવો રહેશે, સિદ્ધ થશે તોય એવો ને
એવો છે. આહા...હા...હા! (મુક્ત હાસ્ય...) અને તે પણ પર્યાયમાં દ્રવ્ય વર્તતું કહ્યું એવી ભાષા લીધી
છે. છતાં દ્રવ્ય એવું ને એવું છે!! કારણ કે પર્યાય એની સિદ્ધ કરવી છે ને..! પરને લઈને કાંઈ થયું
નથી એમાં. આહા...હા...હા! કેટલી... સાદાઈ અંદર વસ્તુ છે! સાદી વસ્તુ છે!! આહા...હા! એ આવું
દ્રવ્ય! દ્રવ્યત્વ-અન્વયશક્તિઓવાળું દ્રવ્ય, પર્યાયમાં વર્તતું છતાં-ભલે સાતમી નરકની પર્યાયમાં વર્તતું-
કે નિગોદની પર્યાયે વર્તતું કે સિદ્ધની પર્યાયે વર્તતું, કે સર્વાથસિદ્ધિના દેવની પર્યાયમાં વર્તતું-
ત્રણજ્ઞાનના ધણી, એકાવતારી! એ પર્યાયપણે પ્રવર્તતું- શું દ્રવ્યનું દ્રવ્યત્વપણું છૂટયું છે? છે? (પાઠમાં)
તે પાછો જીવ ‘તે પર્યાયરૂપે થઈને’ (વળી) પર્યાયરૂપે થઈને
“શું દ્રવ્યત્વભૂત અન્વયશક્તિને છોડે
છે? નથી છોડતો.” આહા...હા...હા...હા!
(કહે છે કેઃ) ભગવાન આત્મા, પર્યાયના અંશમાં-ગમે તે પર્યાયમાં હો, પણ ભગવાને પોતે
દ્રવ્યત્વભૂત-અન્વયશક્તિઓને કદી છોડી નથી. આહા...! જ્ઞાનની પૂરણતા, દર્શનની પૂરણતા, આનંદની
પૂરણતા, સ્વચ્છતાની પૂરણતા, પ્રભુતાની પૂરણતા, આહા... હા! એ પર્યાયમાં વર્તતું છતાં આ
પૂરણતાને છોડી નથી. આહા... હા! કો’ હિંમતભાઈ! આવું સાંભળ્‌યું’ તુ કે દિ’? આહા...!
તારી
નજરને આળસે, રહી ગયું છે! કહે છે. આચાર્ય! વસ્તુ તો એવી ને એવી રહી, પર્યાયમાં વર્તે છે છતાં
વસ્તુતો એવી ને એવી જ રહી છે. આહા.. હા! સિદ્ધપણે પરિણમે તો ય વસ્તુ એવી ને એવી રહી છે.
તો બીજાની વાત ક્યાં કરવી? અનંત-અનંત પર્યાયો જ્યાં અનંતી-અનંતી પર્યાયોની વ્યક્તતા અનંતી
પૂરણ થઈ ગઈ! અનંત શક્તિઓ (જે) છે. અનંત સામાર્થ્યવાળો ભાવ દ્રવ્યત્વ-એમાંથી અનંત પૂરણ
જ્ઞાન, દર્શન પર્યાય થઈ છતાં વસ્તુને એનું અન્વયપણું (શું) છોડયું છે? (કદી નથી છોડયું.)
આહા...હા...હા! એ વસ્તુ છે તે એકરૂપે છે દ્રવ્ય અને દ્રવ્ય-ગુણ. દ્રવ્ય ને દ્રવ્યગુણ, અન્વયશક્તિ કહો
(એકાર્થ છે.) શું કથન પદ્ધતિ!! આહા.. હા!
એક ગાથાએ ન્યાલ કરી નાખે એવું છે!! તકરાર,
વાદવિવાદે પાર ન પડે બાપા! આ વાત તો વસ્તુસ્થિતિની મર્યાદા ભગવાન કહી વર્ણવે છે. આહા...
હા! ગમે તે પર્યાયે પરિણમો- સિદ્ધ કે કેવળજ્ઞાનપણે પરિણમે તોય શું?