Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 475 of 540
PDF/HTML Page 484 of 549

 

background image
ગાથા – ૧૧૨ પ્રવચનસાર પ્રવચનો ૪૭પ
આહા...હા! કેવું છે કે કેવળજ્ઞાન? કે એક સમયમાં અનંતા કેવળીઓને જાણે છતાં ત્યાં અન્વયશક્તિને
કાંઈ ઘસારો થયો છે? (એ તો એવી ને એવી છે.) આહા...હા!
(કહે છે) જ્ઞાનશક્તિ, દર્શનશક્તિ, આનંદશક્તિ, કારણશક્તિ- એ તો પૂરણ બધી (છે.)
કારણદ્રવ્ય છે એમ કારણ શક્તિ (ઓ) પૂરણ એની (છે.) એમાં ક્યાંય ઓછી-વત્તી થઈ છે કાંઈ?
(ના.) એ દ્રષ્ટિમાં લેવું અઘરી વાત છે બાપુ! આહા...! કો’ ચીમનભાઈ! હેં? આવી વાત છે. આ
બહારની ક્રિયાકાંડ ને.. આ ને આ ને.. એ વખતે પણ કહે છે કે ક્રિયાકાંડ ના તારા રાગની પર્યાય
થઈ છતાં દ્રવ્ય ને ગુણ તો એવા ને એવા રહ્યા છે. આહા... હા... હા! ગ્રહીતમિથ્યાત્વપણે પરિણમો
એ- તો અનાદિ છે. તે દ્રવ્ય તે પર્યાયમાં પ્રવર્તે છે. છતાં તે પર્યાયમાં (મિથ્યાત્વ) પરિણમ્યું છે પણ તે
દ્રવ્ય ને ગુણ તો તેવા ને તેવા જ રહ્યા છે. આહા... હા! એની મોટપને આંચ નથી ક્યાં’ય. પ્રગટ દશા
થાય તો એને આંચ-ઘટી જાય છે એમ નથી. મહાપ્રભુ!! કેવળ થયું સિદ્ધ અનંત-અનંત, અનંત જ્ઞાન
અનંત દર્શન, અનંતસુખ, અનંત વીર્ય જેટલા ગુણો છે તેટલી પર્યાયો-વ્યક્તિઓને પૂરણ પ્રગટી,
આહા..! છતાં આંહી જે પૂરણ ગુણો છે દ્રવ્યત્વ-એ દ્રવ્યનું દ્રવ્યત્વ અન્વયશક્તિઓ સદાય એવી ને
એવી છે. આહા... હા! આ વાત બેસારવી ઓછી વાત છે બાપા!
(અહીંયાં કહે છે કેઃ) “જો નથી છોડતો તો તે અન્ય કઈ રીતે હોય.” ઈ છોડતો નથી પ્રભુ!
પોતાના અનંતગુણો જે ધ્રુવ છે. અન્વયશક્તિઓ-દ્રવ્યત્વ છે. આહા.. હા! આ દ્રવ્યત્વ છે (ઈ) ઓલું
દ્રવે પર્યાય ઈ નથી હોં? ભાઈ! (ઓલું) દ્રવ્ય -ગુણમાં દ્રવે-દ્રવે આવે છે ને પંચાસ્તિકાય’ માં નવમી
ગાથા.
[અન્વયાથર્ઃ- તે તે સદ્ભાવપર્યાયોને જે દ્રવે છે– પામે છે તેને (સર્વજ્ઞો) દ્રવ્ય કહે છે– કે જે
સત્તાથી અનન્યભૂત છે.] દ્રવે છે-વિભાવપણે પરિણમે છે. ઈ અહીંયાં નહીં. (અહીંયાં તો) દ્રવ્યત્વ
એટલે એનું ભાવપણું લેવું છે. દ્રવ્ય, દ્રવે છે પર્યાય એમ અહીંયાં નથી લેવું. સમજાણું કાંઈ? અહીંયાં
તો દ્રવ્યનું દ્રવ્યપણું કાયમ જે છે-અન્વયશક્તિઓ એને શું કાંઈ ઘસારો લાગ્યો છે? નિગોદમાં. (ગયો
ત્યારે) અને સિદ્ધ થયો ત્યારે (અન્વયશક્તિઓ) વધી! એમાં શું કાંઈ ઓછું-વધારે થયું છે કે
(પર્યાયમાં) જ્ઞાન ઓછું-અધિક દેખાય ત્યારે? નિગોદમાં કે પૂર્ણતામાં કાંઈ-કાંઈ ઓછપ આવી છે?
(કહે છે ના. એવી ને એવી છે.) આ તે શું વાત છે!! આહા...હા...હા! આ તો ભાઈ! મધ્યસ્થની
વાત છે. આગ્રહ છોડીને-પોતે માન્યું હોય એ પ્રમાણે કાંઈ થાય, એમ ન હોય, વસ્તુ જેમ છે તેમ હશે,
તેમ (જ) રહેશે. માન્યતા કરી’ તી એમ ઈ પ્રમાણે આમાંથી નીકળે એમ નથી. આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “તો તે કઈ રીતે હોય કે જેથી ત્રિકોટિ સત્તા.” જોયું? ત્રિકોટિ સત્તા
એટલે “ત્રણ પ્રકારની સત્તા, ત્રિકાળિક હયાતી.” ત્રણ પ્રકારની સત્તા, આહા...હા! ત્રિકાળ હયાતી!
દ્રવ્ય અને અન્વયશક્તિઓની ત્રિકાળ હયાતી (છે.) આહા...હા! દ્રવ્યની, દ્રવ્યત્વને