સ્વભાવપર્યાય છે.” - અગુરુલઘુગુણની પર્યાય ગુણાત્મક સ્વભાવ છે. સર્વ દ્રવ્યોની કારણ કે
અગરુલઘુગુણ બધા (દ્રવ્યોમાં) છે. અગુરુલઘુગુણની પર્યાયને અહીંયા સ્વભાવપર્યાય - ગુણોની
સ્વભાવપર્યાય કહેવામાં આવેલ છે.
પર્યાય છે.” - હવે ગુણની વિભાવપર્યાય કહે છેઃ-
થતા તારતમ્યને લીધે - “પૂર્વોત્તર અવસ્થામાં થતા તારતમ્યને લીધે જોવામાં આવતા
સ્વભાવવિશેષોરૂપ અનેકપણાની આપત્તિ તે ગુણાત્મક વિભાવપર્યાય છે.” પહેલી ગુણાત્મક
સ્વભાવપર્યાય અગુરુલઘુગુણની (જે છે) તેને કહી છે. (વાસ્તવમાં એમ કહ્યું) સ્વભાવવિશેષોરૂપ
હોવાથી એ વિભાવપર્યાય કહી, અસલમાં એમ કહ્યું કે જે દ્રવ્ય છે તે દ્રવ્ય વિસ્તારસામાન્યગુણ અને
આયતસામાન્યસમુદાય - પર્યાય (બન્નેનું એકરૂપ) તે દ્રવ્ય છે. (તેમાં) ગુણો જે છે તે દ્રવ્યના આશ્રયે
રહે છે માટે તેને ગુણાત્મક કહે છે. અને પર્યાય, દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થાય છે માટે તેને પર્યાય કહેછે.
પરના કારણે કોઈ પર્યાય (કોઈ દ્રવ્યની) ઉત્પન્ન થતી નથી. દરેક પદાર્થમાં પોતાનું દ્રવ્ય કાયમ
રહેવાવાળું - સામાન્ય ગુણ - અને વિશેષ પર્યાયોનો પિંડ (સામાન્ય - વિશેષનું એકરૂપ) તે દ્રવ્ય
(છે) અને સામાન્ય (એટલે) જે વિસ્તારસામાન્યસમુદાય - ગુણો (છે) અને તે દ્રવ્ય - ગુણથી
ઉત્પન્ન થાય છે તે વિશેષ (એટલે) પર્યાય છે. અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યની પર્યાય કદી ઉત્પન્ન થાય
એમ ત્રણ કાળમાં બનતું નથી..! (દ્રવ્યોની વસ્તુસ્થિતિ આ છે.) આ...હા...હા...! સમજવાનું આ
(વસ્તુસ્વરૂપ) છે. કર્મથી આત્મામાં વિકાર થાય છે. એમ ક્યારેય નથી. અને વિકાર થયો છે તેથી
(જીવને) કર્મબંધન થયું છે એમ નથી. કર્મબંધનથી પર્યાય, પોતાના સમાનજાતીયપરમાણુના કારણે,
કર્મબંધની પર્યાય ઉત્પન્ન થઈ છે. (જીવમાં) રાગ છે, રાગ થયો (તે કારણે) કર્મમાં (દ્રવ્ય કર્મમાં) એ
પર્યાય ઉત્પન્ન થઈ એમ છે નહીં.
- ગુણથી ઉત્પન્ન થાય છે)
અનેકપણાની આપત્તિ તે ગુણાત્મક વિભાવપર્યાય છે. અહીંયાં એમ લીધું છે કેઃ જે દ્રવ્ય છે (તે)
ગુણ-પર્યાયનો પિંડ (છે) એમાં દ્રવ્યપર્યાય બે પ્રકારની (કહી છે) એક સ્વભાવિક દ્રવ્યપર્યાય, એક
વિભાવિક ગુણપર્યાય. સ્વાભાવિક દ્રવ્યપર્યાય તો પોતાના દ્રવ્ય-ગુણથી ઉત્પન્ન થાય છે તે
સ્વભાવપર્યાય અથવા અગુરુલઘુગુણના કારણે ઉત્પન્ન થાય છે તે સ્વભાવપર્યાય (છે). અને
અગુરુલઘુસ્વભાવ સિવાય (જે પર્યાય ઉત્પન્ન થાય) તે વિભાવર્પાય (છે). જેમ કપડાના પરમાણુમાં
વર્ણ, ગંધ, સ્પર્શ (આદિ ગુણ છે). તો રૂપાદિકની તારતમ્યતા-હીનાધિકતા થાય છે (તેમાં ઉપાદાન
પરમાણુના ગુણ છે) નિમિત્ત