Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 41 of 540
PDF/HTML Page 50 of 549

 

background image
ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૪૧
બીજી ચીજ છે તો તે વિભાવપર્યાય (છે), એવી રીતે આત્મામાં જે ગુણો છે તેમાં વિકારનું નિમિત્ત
થતાં વિભાવપર્યાય થાય છે તે ગુણની વિભાવપર્યાય (છે), દ્રવ્યપર્યાય નહીં... આહા...હા...! આવું
છે...! યાદ રાખવું પડશે... સાર આવશે ૯૪ (ગાથા) માં. આહા...હા...! સમજાણું કાંઈ...?
(કહે છે કેઃ) “ખરેખર આ, સર્વ પદાર્થોના દ્રવ્યગુણપર્યાયસ્વભાવની પ્રકાશક પારમેશ્વરી
(પરમેશ્વરે કહેલી) વ્યવસ્થા ભલી – ઉત્તમ – પૂર્ણ યોગ્ય છે, બીજી કોઇ નહીં” - આહા....! ભગવાને
કહ્યું...! સર્વજ્ઞ પરમેશ્વરે, ત્રિલોકનાથ વીતરાગદેવે આવી દ્રવ્યગુણપર્યાયની પ્રકાશક, પારમેશ્વરી વ્યવસ્થા
(અર્થાત્) પરમેશ્વરે કહી છે એવી ચીજ (વસ્તુસ્થિતિ) છે. ભગવાન ત્રિલોકનાથે (જે વ્યવસ્થા) કહી કે
આ દ્રવ્યગુણપર્યાય (સ્વરૂપ દ્રવ્ય છે). દરેક દ્રવ્યગુણપર્યાય પોતાનામાં છે. અહીંયાં (આ ગાથામાં) જે
દ્રવ્યપર્યાય લીધી તે બીજા દ્રવ્યના સંબંધવાળી પર્યાય (સાથે ગણીને) દ્રવ્યપર્યાય લીધી. અને ગુણપર્યાય
લીધી તો પોતાના અગુરુલઘુસ્વભાવની પર્યાય તે ગુણપર્યાય (કહી) પણ રૂપાદિક, ગંધાદિક (ની)
પર્યાયમાં નિમિત્તથી (કારણ ગણીને) વિભાવ થાય છે તેને ગુણવિભાવપર્યાય કહે છે. આવું છે...!
આહા...હા...! “વાસ્તવમાં આ સર્વ પદાર્થોના દ્રવ્યગુણનો પર્યાય સ્વભાવની પ્રકાશક પારમેશ્વરી
વ્યવસ્થા” - ભગવાને કહેલી (આ સર્વ પદાર્થોની) વ્યવસ્થા છે. અત્યારે તો એવું (અજ્ઞાન) પણ
ચાલે છે કે શરીર ચાલે છે તો આત્મા છે તો શરીર ચાલે છે. આત્મા છે તો (ત્યાં) ભાષા નીકળે છે.
(એટલે આત્મા શરીરની ક્રિયા ને વાણીની ક્રિયા કરે છે) એ બધું જૂઠું છે, મિથ્યાત્વ છે. ભાષાની
પર્યાય જે ઉત્પન્ન થાય છે તે તેના પરમાણુના દ્રવ્ય ગુણથી ઊઠે છે. અને શરીરની આ હલન - ચલન
પર્યાય છે. એ એના પરમાણુદ્રવ્ય - ગુણ છે, એનાથી આ હલન- ચલન પર્યાય ઉત્પન્ન થાય છે,
આત્માથી નહી, (જુઓ) આ એક કપડું છે તે અહીંથી ઉઠાવીને અહીં આવ્યું તે તેના દ્રવ્યગુણથી તે
પર્યાય થઇ છે તે આંગળીથી કે આત્માથી નહીં. એમાં (કપડામાં) જેટલી પર્યાયો થઈ તે કોના કારણે
થઈ...? આંગળીથી (થઈ)...? આત્માથી (થઈ)...? તો કહે છે, ના.. તે (પર્યાયો) તેના દ્રવ્ય અને
ગુણથી થઈ છે. આહા...હા...!
(શ્રોતાઃ) કેશ લોચ કોણ કરે છે...? (ઉત્તરઃ) લોચ કોણ કરે...? લોચ
જે થાય છે એ વાળને આંગળી સ્પર્શ પણ કરતી નથી. એ વાળની પર્યાય પોતાથી (પોતાના દ્રવ્ય-
ગુણથી) વાળને નીકળવા સમયે, માથામાંથી નીકળવાની યોગ્યતાથી નીકળે છે. આંગળીથી નહી,
આત્માથી નહીં, ઈચ્છાથી નહીં, લોચ (મુનિને હોય છે ને...!) એક- એક પદાર્થની પોતે પોતાના
દ્રવ્ય-ગુણથી પર્યાય સમય-સમયે થાય છે. આ સિદ્ધાંત લેવાનો છે. (સમજવાનો છે) કોઈ પણ દ્રવ્ય-
ગુણની પર્યાય, તે બીજા દ્રવ્ય- ગુણથી ઉત્પન્ન થાય છે એમ નથી. આહા... હા.
(શ્રોતાઃ) તો કોઈ
કોઈને મદદ કરી શકે નહીં? (ઉત્તરઃ) કોઈ કોઈને મદદ કરી શકે નહીં અને નુકસાન (પણ) કરી શકે
નહીં. (શ્રોતાઃ) તો સંસાર કેમ ચાલશે? (ઉત્તરઃ) સંસાર ચાલશે. (મિથ્યા પોતાની માન્યતાથી સંસાર
ચાલશે. હું કર્તા છુ. પરની પર્યાય હું કરું છુ, શરીરની પર્યાય હું કરું છું, ભાષાની - કપડાની (પર્યાય)
હું કરું છું. આ ટોપી છે, તે (કપડાની) પર્યાય છે. તે એના દ્રવ્ય-ગુણથી (ટોપી) થઈ છે. (દરજીના)
આત્માથી નહીં, અને (માથા ઉપર) ટોપી છે તે માથાના આધારે છે એમ (પણ નથી.
(શ્રોતાઃ)
ટોપી કરી કોણે? (ઉત્તરઃ) ટોપી એના દ્રવ્ય - ગુણથી થઈ છે. (શ્રોતાઃ) દરજીએ કરી નથી?
(ઉત્તરઃ) દરજીએ કરી નથી. આહા...હા..!