(પ્રવચનસારમાં).
પાલીતાણે ગયા ત્યાં ઓફ થઈ ગયો. જુવાન! ત્રેવીસ વર્ષની ઉંમર! એના બૈરાં ગુજરી ગયેલાં, પણ
આંખમાંથી આંસુ નહીં, શોક કરવા આવે એને સમજાવે. ભાઈ! ઈ તો મહેમાન તો મહેમાન કેટલો
કાળ રહે? એ સુમનભાઈ! આહા... રમણિકભાઈ છે સંઘવી! બાપુ! જગતની ચીજો એવી છે.
છે? પરને અને સ્વની વચ્ચે મોટો અત્યંત અભાવનો કિલ્લો કીધો છે. સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની પર્યાય
વચ્ચે (અત્યંત અભાવ છે.) દ્રવ્ય-ગુણ તો સામાન્ય છે. આહા.. હા! (સ્વ-પરની) પર્યાય વચ્ચે
અત્યંત (અભાવનો) કિલ્લો કીધો છે. સવારે કીધું હતું ને સજઝાયનું - ભગવાન આત્મા અભય છે.
મજબૂત કિલ્લો છે. એ એવો કિલ્લો છે કે એમાં પર્યાયનો પ્રવેશ નથી. આહા... હા... હા! અહીંયાં તો
હજી સ્વની પર્યાય છે. - એમાં પરનો પ્રવેશ નથી. અને પરને અને પરની પર્યાય ને સ્વની પર્યાય
વચ્ચે અત્યંત અભાવરૂપી કિલ્લો પડયો છે. આહા.. હા! છતાં અહીંયાં એવું લીધું છે ભગવાન આત્મા
વિશેષને જાણે છે. સામાન્યને જાણે છે ઈ પહેલું કહ્યું પછી વિશેષને જાણે છે. પરને જાણે છે એમ નથી
લીધું. ભાઈ! આહા... હા! હવે આંખ્યું બંધ કરીને અને આમ પરને જોવાનું (બંધ કરીને) એમ ન
લીધું. આહા.. હા!
દઈને ને પરને જોવાનું બંધ કરી દઈને - એમ નથી કહ્યું. ભાઈ! આ તો વીતરાગની દિવ્યધ્વનિ
છે!
બંધ કરી - તો પર્યાય જોનારી (છે.) તે (જોનારી) પર્યાય રહી કે નહીં? દ્રવ્યને જોનારી પર્યાય રહી
છે કે નહીં? તો કહે છે “ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે” (અર્થાત્) “એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ
વડે.” આહા... હા! શું કામ કર્યું છે (મુનિરાજ આચાર્યે!) આ ટીકા! આહા..! પોતાની પર્યાયને
જોવાનું સર્વથા બંધ કરી દઈ “એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે” દ્રવ્યાર્થિક નય છે ઈ જ્ઞાન છે, ઈ
ઉઘડેલું જ્ઞાન છે, છે તો પર્યાય. પણ ઈ પર્યાય જોનારી, જોનારને ન