નજરે પડશે. પણ પર્યાય (નય) ની આંખ્યું બંધ કરી દઈને. પરને જોવાની (આંખ્યું) બંધ કરીને
નહીં. પરને તો ઈ જોતો જ નથી. પર્યાયની આંખ્યું - પોતાનો પર્યાય છે તન્મય છે તેમાં આત્મા રહે
છે. આહા... હા! જેવી પર્યાયનયની આંખ્યું બંધ કરી, દ્રવ્ય નયને જોતાં બધું ય એક આત્મા છે એમ
ભાસે છે. આવી વાત છે! હવે (એને (જયારે) “દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને” એટલે
ઉઘડેલું જ્ઞાન તો છે. ફકત એનું લક્ષ નથી. લક્ષ તો પર્યાય ઉઘડેલી છે તેમાં છે. દ્રવ્યાર્થિક ચક્ષુ બંધ
કરીને “એકલા ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે” પર્યાયથી જયારે જીવની
દશાઓ જોવામાં આવે છે. (ખરેખર તો) એને જોવાનું એનામાં ને એનામાં છે. સામાન્ય ને વિશેષ.
બહારમાં ક્યાં’ય નહીં. આહા...હા! બહારમાં કરવાનું તો કાંઈ નથી, તારા દ્રવ્ય-પર્યાય સિવાય
બહારમાં કાંઈ કરવાનું તો છે નહીં, પણ બહારને જોવાનું ય નથી. જુવે છે તે તારી પર્યાયને (જુવે
છે.) આહા.. હા! આવી વાત છે.
પર્યાયમાં. પણ એ પણ એક શરીર છે. આ શરીર છે જે ચૈતન્યભગવાન! પરમ પારિણામિક
સ્વભાવભાવ, એ ચૈતન્યશરીર છે. ચૈતન્યવિગ્રહ છે. વિગ્રહ શબ્દ છે ને..! એમ પુણ્ય ને પાપના ભાવ,
કે ગતિના આ ઉદયભાવ. સિદ્ધભાવ એકકોર રાખો. અહીંયાં તો સિદ્ધપર્યાયને જોવાની વાત છે. પણ
ચાર ગતિ જે છે ઉદય, ચૈતન્યશરીર છે ભગવાન, ચૈતન્યવિગ્રહ એ અપેક્ષાએ તો ચૈતન્ય વિગ્રહ છે.
(શરીર છે ચૈતન્ય.) ચૈતન્ય શરીર જ છે. આહા... હા.. હા! ત્રણ પ્રકારના શરીરઃ ચૈતન્યશરીર, કષાય
શરીર, કર્મ શરીર, ઔદારિક શરીર, આહારક શરીર વૈક્રેયિક શરીર, પછી આહારક, તૈજસ, કાર્મણ એ
જડ (શરીર (છે.) અને આત્મામાં થતો વિકાર એ ચૈતન્યનું વિકૃત શરીર અને એનો ત્રિકાળી
સ્વભાવ, પરમસ્વભાવ, જ્ઞાયકભાવ એ એનું નિજશરીર (છે.) નિજ વસ્તુ છે ઈ.
જોવા માટે પણ આ બાજુનું (દ્રવ્યનું) લક્ષ છોડીને આ બાજુ (પર્યાયને) જો. કારણ કે ઈ પર્યાય પણ
તારા અસ્તિત્વમાં છે. જેમ બીજા (કોઈપણ) દ્રવ્યનો અંશ તારા અંશીમાં નથી, કારણ શરીરનો -
પર્યાયનો એક અંશ તારામાં નથી. તારા અસ્તિત્વમાં પર્યાયનું અસ્તિત્વ ન હોય તો, ચાર ગતિની અને
સિદ્ધની પર્યાયનું અસ્તિત્વ (સાબિત જ ન થાય.) પણ એ પાંચે પર્યાયનું અસ્તિત્વ છે.