પર્યાયો. છે ને...? (પાઠમાં.) “નારકપણું, તિર્યંચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ
પર્યાયોસ્વરૂપ અનેક વિશેષોને અવલોકનારા” પર્યાયસ્વરૂપ અનેક વિશેષતોને જાણનારા. “અને
સામાન્યને નહિ અવલોકનારા” એક આના તરફ લક્ષ છે એટલે એને નહિ જોનારા એમ. “એવા એ
જીવોને (તે જીવદ્રવ્ય) અન્ય અન્ય ભાસે છે.” પર્યાય છે તે જીવદ્રવ્યમાં અનેરી - અનેરી ભાસે છે.
સિદ્ધપર્યાય ને દેવપર્યાય ને એ (આદિ પર્યાયો) અનેરી - અનેરી છે. આહા..!
વિશેષોના કાળે - તે તે કોણ? નારકી - મનુષ્ય - દેવ - તિર્યંચ અને સિદ્ધ (પર્યાયો) તે વિશેષોના
કાળે તન્મય હોવાને લીધે” તે તે પર્યાયમાં જીવદ્રવ્ય (તે કાળે) તન્મય છે. આહા.. હા!
હા! આ તો ઓલા (ભાઈ) કહેતા’ તા ને..! કે બાવો થાય તો સમજાય. ઓલો અમૃતલાલ નહીં?
વડિયાવાળો. બૈરાં મરી ગયાં! પછી એક ફેરે (કહે કે આ વાત તો બાવો થાય તો સમજાય.) પણ
ભાઈ! બાવો જ છે. (આત્મા) તારામાં રાગે ય નથી ને ખરેખર તો સામાન્યમાં તો ગતિએ ય નથી
પણ પર્યાયનું અસ્તિત્વ તારામાં છે એ (અહીંયાં) સિદ્ધ કરવું છે. એ પરને લઈને પર્યાય નથી. આહા..
હા! એમ કહ્યું ને..?
હા! “અન્ય અન્ય ભાસે છે.” અનેરી - અનેરી દશા (ઓ) છે. સામાન્યને દેખતાં અનન્ય - અનન્ય
તે તે તે ભાસે છે. વિશેષને જોતાં તે અન્ય - અન્ય પર્યાય ભાસે છે. આવું છે બાપુ!! આહા..! જનમ
- મરણ રહિત! આહા...! વીજળીના ચમકારે જેમ મોતી પરોવે! આહા..! આ તો ચમકારો આવી
ગયો છે એમ વીતરાગ મારગની વાણી (અલૌકિક) આ બધું તૂત છે! જોવાનું જાણવાનું હોય તો તારું
સામાન્ય અને વિશેષ બે. આહા.. હા.. હા! પરને જોવાને - જાણવાને તો વાત જ નહીં. આહા.. હા!
પરને છોડી - કાંઈ બાયડી-છોકરાં - કુટુંબને -વ્યવસ્થિત કંઈ વ્યવસ્થા કરી શકું - એ વાત તો ત્રણ
કાળમાં છે જ નહીં આત્મામાં. (એ વાત) દ્રવ્યમાં તો નથી પણ પર્યાયમાં ય નથી. આહા.. હા! આવો
જે ભગવાન આત્મા, સામાન્યને જોઈને (દેખીને) - સામાન્યનું (લક્ષ) બંધ કરીને, પછી વિશેષને
જાણવું છે. એટલે છદ્મસ્થનો ઉપયોગ સામાન્યમાં હોય ત્યારે વિશેષમાં હોતો નથી. એથી તે ઉપયોગને
પર્યાયમાં લાવવો છે એથી (સામાન્યને) જોવાનું બંધ કરીને કીધું. આહા.. હા! સમજાણું કાંઈ..?