Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 530 of 540
PDF/HTML Page 539 of 549

 

background image
ગાથા – ૧૪૪ પ્રવચનસાર પ્રવચનો પ૩૦
(અહીંયા કહે છે કેઃ) “–એ પર્યાયોસ્વરૂપ અનેક વિશેષોને અવલોકનારા અને સામાન્યને
નહિ અવલોકનારા એવા એ જીવોને (તે જીવદ્રવ્ય) અન્ય અન્ય ભાસે છે.” ઈ પર્યાય અન્ય અન્ય
ભાસે. નારકીપણું. - તિર્યંચપણું - મનુષ્યપણું - દેવપણું અને સિદ્ધપણું - એ પર્યાય છે ને...? આહા..
હા! સામાન્ય જે ત્રિકાળ છે તે અનન્ય છે. એ નહીં. અત્યારે તો સામાન્ય જોનારે, વિશેષ જોવા માટે
જ્ઞાન ઉઘડયું છે. ખુલ્યું છે, ખીલ્યું છે. તે પણ પોતાની પર્યાયને જોવા માટે (ખીલ્યું છે.) આહા.. હા!
અહીં તો હજી બહાર આડે નવરો થતો નથી. અર... ર... ર! અરે! ક્યાં જાશે? આંહી મોટા પૈસાવાળા
કહેવાય, આ બધા કરોડપતિ! ચીમનભાઈ ગયા?
(શ્રોતાઃ) જી હા! (ઉત્તરઃ) મોટા શેઠ! પચાસ
કરોડ રૂપિયા! મુંબઈમાં, ચીમનભાઈ તો તેમાં નોકર હતા ને...! શેઠની પાસે પચાસ કરોડ રૂપિયા!
આવ્યો’ તો મુંબઈ આવ્યો’ તો. એમાં - એમાંને માણસ આમ! પૈસા ને વેપાર ને આ બાયડી ને
છોકરાંવ ને જે તારી પર્યાયમાં પણ એ નથી. આહા.. હા! તેની સાંભળમાં તું (પડયો છો ને) તેમાં
તારો કાળ બધો જાય છે! આહા... હા! કાન્તિભાઈ! આવું છે. તારામાં જે છે એને જોવાને ફુરસદે ય
નથી મળતી તને. આહા.. હા! તારે કરવું છે શું? એ કર્યું (અત્યાર સુધી) રખડવાનું તો કરે જ છોડ
અનંત કાળથી ઈ તો અનંત કાળથી અનંત જીવો (આ) કરે છે. આહા.. હા!
(કહે છે કે) આચાર્ય મહારાજ તો જુદા પાડી અને જીવદ્રવ્ય બધુંય છે એમ જોનારને કહે છે.
હવે તું પર્યાય પણ તારામાં છે એને જો. આહા.. હા! ઈ પર્યાયથી જીવ (દ્રવ્ય) અન્ય ભાસે છે. ભલે
“જીવદ્રવ્યમાં રહેલાં” પણ અનેરી (અનેરી) ભાસે છે. “કારણ કે દ્રવ્ય તે તે વિશેષોના કાળે તન્મય
હોવાને લીધે.”
આહા... હા! જોયું? કારણ કે વસ્તુ જે ભગવાન આત્મા - દ્રવ્ય જે પરમજ્ઞાયકભાવ
ભગવાન - પરમ સ્વભાવભાવ, તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે - પર્યાયમાં તન્મય છે. સ્ત્રી
- કુટુંબ, પરિવાર કે પૈસો મકાન એમાં કોઈ દિ’ એ છે જ નહીં, રહી શકતો જ નથી. આહા... હા...
હા! એમાં તન્મય નથી (એ) અનંત કાળથી. અરે.. રે! એને (એની) દયા નથી. કે તારી તને દયા
નથી. આહા... હા!
(કહે છે કેઃ) “જીવદ્રવ્યમાં રહેલા” એને જાણતાં એમ કીધું ને...? ઓલા (સ્ત્રી-કુટુંબ
આદિ) જીવદ્રવ્યમાં રહેલા નથી. સ્ત્રીકુટુંબ (કે કોઈ) જીવદ્રવ્યમાં રહેલા છે? (નથી રહેલા.) આહા...
હા! આ શરીર જીવદ્રવ્યમાં રહેલું છે? (જી, ના.) અંદર આઠ કરમ છે ઈ જીવદ્રવ્યમાં રહેલા છે? (જી,
ના.) એની પર્યાયમાં (માત્ર) આ ચાર ગતિની ને સિદ્ધની પર્યાય - એ રહેલા છે. એ જીવ રહ્યો છે
(એમાં.) આહા...હા!
“દ્રવ્ય તે તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે.” આહા...હા! એક બાજુ એમ
કહેવું - ત્રિકાળી સામાન્ય - સ્વભાવમાં ગતિએ નથી ને ભેદ ય નથી ને ગુણભેદ નથી આહા... હા!
ભગવાન પરમસ્વભાવ ભાવ, પરમ જ્ઞાયક પારિણામિક સ્વભાવભાવ, એમાં તો પર્યાય છે ઈ એ નથી.
આહા... હા! એ વસ્તુની સ્થિતિ ત્રિકાળી છે. એમાં નજર ઠરાવવા (એમ