ગાથા – ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૩૮
છે. આહા... હા! એમ નથી. (શ્રોતાઃ) આકાશ ન હોય તો રહે ક્યાં? (ઉત્તરઃ) ઈ તો નિમિત્તની
(વ્યવહાર) કથની છે. ઈ જ આવે છે ને...! કે આકાશ પરનો આધાર હોય, તો આકાશનો આધાર
કોણ? (શ્રોતાઃ) આકાશનો આધાર આકાશ... (ઉત્તરઃ) થઈ રહ્યું. અને પરિણમનમાં દરેક દ્રવ્યના
પરિણમનમાં કાળ નિમિત્ત છે. તો કાળના પરિણમનમાં કોણ? ઈ તો એક નિમિત્તપણું સિદ્ધ કરવું હોય
ત્યારે (એમ કથની થાય.) એથી કરીને સ્વદ્રવ્યની પર્યાયમાં કોઈ પણ ઘાલમેલ કે ફેરફાર પરદ્રવ્યથી
થાય એવું સ્વરૂપ નથી. આકરી વાત બાપુ!! ભાષા સાદી છે. (શ્રોતાઃ) એ વાત વ્યાજબીને યથાર્થ જ
છે... (ઉત્તરઃ) ચૌદ બ્રહ્માંડમાં - અનંતા દ્રવ્યો પોતાથી સામાન્ય ને વિશેષપણે રહેલા છે. પોતાના
સામાન્યને તો પરની અપેક્ષા હોય જ નહીં, પણ પલટવાની ભિન્નભિન્ન અનેક અવસ્થા થાય, એથી
એમ લાગે કે જાણે પરની કોઈ અપેક્ષા હશે? કે ના. તો સામાન્ય તેનું તે જ પણ રહે અને બદલાય
પણ છે. “દ્રવ્યનું સ્વરૂપ જ. આવું ઉભયાત્મક હોવાથી” સ્વરૂપ જ ઉભયાત્મક આવું છે. સામાન્ય ને
વિશેષ - એનું સ્વરૂપ જ છે. વિશેષપણું પરને લઈને થાય, એ કોઈ ચીજ નથી. આહા... હા!
(કહે છે કેઃ) એક આત્માને પોતાના સામાન્ય-વિશેષ માટે કોઈ અનંત-અનંત પદાર્થમાંથી -
તીર્થં કરની પણ તેને જરૂર નથી. આહા... હા! શાસ્ત્રમાં તો વાત ઘણે ઠેકાણે આવે. ‘એમના ચરણ-
કમળથી પ્રાપ્તિ થાય સમ્યગ્દર્શનની’ આહા... હા! વાત ત્યાં કરી કે નિમિત્ત ત્યાં કેવું હોય? એટલું
જણાવે છે. બાકી સમ્યગ્દર્શનની પર્યાય, વિશેષ છે. સામાન્ય પોતે કાયમ છે અને સમ્યગ્દર્શન પર્યાય,
એ વિશેષ છે. વિશેષપણું પણ એનું પોતાનું સ્વરૂપ છે. એ વિશેષપણું કોઈ પરની-અપેક્ષાથી થયું છે,
કર્મનો ઉઘાડ થયો અંદર ને દર્શનમોહનો અભાવ થયો, માટે સમ્યગ્દર્શનની પર્યાય થઈ, તો ત્યાં
વિશેષનું સામર્થ્યપણું પોતાનું છે તે રહેતું નથી. આહા...! સમજાણું કાંઈ...? (શ્રોતાઃ) ‘તત્ત્વાર્થસૂત્ર’
માં તો આવે છે... (ઉત્તરઃ) એ નિમિત્તની નિમિત્તની કથની. ‘તત્ત્વાર્થસૂત્રમાં’ આવે છે કે द्रव्याश्रया
निर्गुणा गुणाः। (અધ્યાય-પ સૂત્ર-૪૧) દરેક દ્રવ્યના ગુણો, તે દ્રવ્યને આધારે અને ગુણને આધારે
ગુણ નહીં. એ સુતરું છે. આ નિત્યભાવ છે તે પરિણમે છે. પરિણમવું પરિણમન એનું સ્વરૂપ છે
(દ્રવ્યનું.) આહા... હા!
(કહે છે) સમ્યગ્દ્રષ્ટિ જીવ, પોતાના સામાન્ય-વિશેષ સિવાય, પર પદાર્થથી અંતરમાં તદ્દન
ઉદાસ છે. આહા... હા! કોઈ પરની અપેક્ષાએ મારામાં ફેર પડશે, અને મારે લઈને પરની અવસ્થામાં
ક્યાં’ ક કોક ઠેકાણે કંઈક ફેર પડશે, એ દ્રષ્ટિ, સમ્યગદ્રષ્ટિની નથી. આહા... હા! વાત તો થોડી છે
પણ ગંભીરતા શી એની ઘણી! “દ્રવ્યનું સ્વરૂપ જ આવું ઉભયાત્મક” સામાન્ય ને વિશેષસ્વરૂપ જ
એ છે. “દ્રવ્યનાં અન્યત્વપણામાં અને અનન્યત્વપણામાં (વિરોધ પામતાં નથી)” દ્રવ્યની પહેલી
પર્યાય નહોતી ને થઈ એ માટે - તે અપેક્ષાએ તે તે પર્યાય અન્ય-અન્ય છે તે દ્રવ્યની સાથે
અનન્યપણે છે એ બેયમાં વિરોધ નથી. અન્યપણું પણ કહેવાય છે ને અનન્યપણું પણ કહેવાય