વ્યવહારરત્નત્રયનો વિકલ્પ છે એની જરીએ સદાય - મદદ નથી. આહા... હા! “આત્મવ્યવહારથી
ચ્યુત થઈને” આત્મવ્યવહારથી ચ્યુત થઈ ગયા એ તો. હું મનુષ્ય છું, હું (શરીરનું - પરનું) કરી શકું
છું (એમ માન્યતા અભિપ્રાયવાળા) ચેતન વ્યવહાર - આત્મવ્યવહારથી એ ભ્રષ્ટ છે. નિશ્ચયથી તો
ભ્રષ્ટ છે પણ આત્માના વ્યવહારથી ય ભ્રષ્ટ છે. આહા... હા! સમજાણું કાંઈ?
છોકરાને આમ છાતીએ પકડે ને...! એમ ક્રિયાકાંડને છાતીએ પકડી રાખ્યો છે. આહા... હા! આરે!
(કેવી ગંભીર) ટીકા છે કંઈ ટીકા! ગજબ છે!! ‘સમસ્ત ક્રિયા કલાપને’ - દયા ને દાન ને વ્રત ને
ભક્તિ ને તપ ને જાત્રા ને મંદિર બનાવવાને હાથીએ (રથયાત્રા) કાઢયાં ને, ઇન્દ્ર બનાવ્યાં ને -
એવા ક્રિયાકલાપને છાતી (સરસો)
(વર્તન) નહીં. આહા... હા! દેહથી કંઈ (પણ) ક્રિયા થાય એ બધી મનુષ્યવર્તન છે. જડનું વર્તન છે
આત્માનું નહીં. સમજાણું?
(એટલે) પરમાં જોડાઈ ગયો! (તેથી) “ખરેખર પરસમય થાય છે અર્થાત્ પરસમયરૂપે પરિણમે
છે” - તે મિથ્યાદ્રષ્ટિ છે, પરસમય છે ને...! જે જીવ પર સાથે એકપણાની માન્યતાથી જોડાય તેને
પરસમય કહેવામાં આવે છે, એ આત્માથી બાહ્યમાં જોડાઈ ગયો, પરસમય તે મિથ્યાદ્રષ્ટિ છે. ખરેખર
પરસમય છે. અર્થાત્ પરસમયરૂપે પરિણમે છે, મિથ્યાત્વરૂપે પરિણમે છે. આહા.. હા!