Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 68 of 540
PDF/HTML Page 77 of 549

 

background image
ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો ૬૮
સ્વભાવની) છે! (આત્મસ્વભાવમાં) દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણ હોવા છતાં ગુણ પણ ધ્રુવ અને દ્રવ્ય પણ
ધ્રુવ છે. એવો એનો (દ્રવ્ય-ગુણનો) સ્વભાવ (છે). હવે અહીંયા પર્યાય એનો આશ્રય લ્યે (છે)
એટલે ત્યાં પર્યાય પણ આવી ગઈ. સમજાય છે કાંઈ? આહા.. હા! અગમ પ્યાલા! અજર પ્યાલા!
એવું છે.
અગમ પ્યાલા પીઓ મતવાલા, ચીન્હી અધ્યાતમ વાસા; આનંદધન ચેતન વ્હૈ ખેલે, દેખે
લોક તમાશા! આનંદધનજીના શબ્દો છે!
(અહીંયાં કહે છે કેઃ) પહેલામાં (પહેલા પેરેગ્રાફમાં શરૂઆતમાં) એમ કહ્યું હતું કેઃ જીવને
પુદ્ગલ અસાનજાતીય (દ્રવ્યપર્યાયનો) આશ્રય કે જે “સકળ અવિદ્યાઓનું એક મૂળ છે.” એમ હતું.
પર્યાયનું લક્ષ કરનાર, (એક સમયની) પર્યાયને પકડી શકતો નથી એથી તેની દ્રષ્ટિ અસમાન જાતીય
- શરીર ઉપર જાય છે. અને તેથી શરીરને (જ) પોતાનું માનનાર, હું મનુષ્ય છું, હું દેવ છું એમ
માનનાર (એવો અભિપ્રાય) સકળ અવિદ્યાનું મૂળ છે. (હવે) અહીંયાં “સકળ વિદ્યાઓનું એક મૂળ
છે”
એ લેવું છે. આહા... હા! પૂરેપૂરા ગુણોની શક્તિ અને પૂરેપૂરી તેની શક્તિનો સાગર આખો એવો
જે આત્મસ્વભાવ, એનો આશ્રય - એનું અવલંબન - તેના તરફનો ઝૂકાવ એ સકળ વિદ્યાઓનું એક
મૂળ છે! ઓલામાં એમ આવ્યું છે કેઃ સકળ અવિદ્યાનું ‘એક’ મૂળ છે (અહીંયાં એમ આવ્યું કે)
સકળ વિદ્યાઓનું
‘એક’ મૂળ છે એમાંય એક આવ્યું હતું.
(કહે છે) અહીંયાં ખરેખર, પર્યાય અને અસમાનજાતીય દ્રવ્યના ઉપર લક્ષ છે, એ લક્ષ જાય
છે - છૂટે છે ત્યારે એ પર્યાયનું લક્ષ ન્યાંથી છૂટે છે ત્યારે દ્રવ્યસ્વભાવ ઉપર (તેનું લક્ષ) જાય છે.
સમજાણું કાંઈ? એટલે આંહી (દ્રવ્ય) ગુણ-પર્યાયવાળું હોવા છતાં તેની પર્યાયને દ્રવ્ય-સ્વભાવ તરફ
જતાં, એકલો ત્રિકાળ દ્રવ્યનો, એને (પર્યાયને) આશ્રય રહે છે. આહા... હા! આવી ઝીણી વાતું હવે
(પણ એને સમજવું પડશે ને...!) અરે.. રે! ક્યાંક લખાણ આવ્યું’ તું. ક્યાંક એમા કે ‘આ જીવો
તિર્યંચમાં ઘણા ઊપજશે’ ક્યાંક આવ્યું’ તું લખાણ! આહા.. હા!
જેને આત્મા તરફનું વલણ નથી અને આખો દી’ પાપ આખો દી’ ચોવીસ કલાક! એકાદ
કલાક સાંભળવા જાતો હોય ક્યાં (તો) શુભભાવ થાય, પણ ત્રેવીસ કલાકના પાપ (માં વખત
જાય).
(શ્રોતાઃ) ધંધો છોડી દ્યે તો ખાય - પીએ શું? (ઉત્તરઃ) ખાવા - પીવાનું શું તો એની કોર
જોડાય તો તે ખાવા - પીવાનું આવે છે? એ ખાવા-પીવાના પરમાણુ તેને આવવાનાં તે આવે. એમ
નથી કીધું... દાણે - દાણે ખાનરકા નામ (‘દાને-દાને પે લિખા હૈ ખાનેવાલેકા નામ’) આવે છે ને?
(શ્રોતાઃ) બૈઠે બૈઠે આ જાયગા? (ઉત્તરઃ) બૈઠે બૈઠે આ જાયગા. આત્મામાં બેસે તો યોગ્યતા ઐસી
હૈ, ખાનારકા નામ પરમાણુમેં (લિખા) હૈ. એ જે પરમાણુ આનેવાલા આયગા, નહીં આનેવાલા નહીં
આયગા, તેરા પ્રયત્ન ત્યાં કુછ કામ કર સકતે નહીં. આહા... હા!
(અહીંયાં કહે છે) “ (કે જે) સકળ વિદ્યાઓનું એક મૂળ છે તેનો–આશ્રય કરીને.” જોયું...?
અહા... હા! ભગવાન! પર્યાય છે તે આ બાજુ (પર્યાય તરફ) છે અને આ બાજુ (દ્રવ્ય તરફ) જતાં
એને એકદમ દ્રવ્યનો જ આશ્રય આવે છે. એ આવ્યું છે ને...! ‘પરનું લક્ષ છોડ, તેમાં સ્વનું લક્ષ
જાય’ એ આવે છે. પરનું આ બાજુનું લક્ષ છોડતાં દ્રવ્ય ઉપર જ દ્રષ્ટિ જાય છે. સમજાય છે કાંઈ?
દ્રષ્ટિમાં જે