છોડયો હોવાથી, અત્યંત મધ્યસ્થ થઈને - અત્યંત મધ્યસ્થ થઈ ગયા છે. એ શબ્દો અહીંયાં વાપર્યા.
આહા...! ભગવાન કુંદકુંદાચાર્ય માટે શબ્દો વાપર્યા. એ શબ્દો અહીંયાં (દ્રવ્યમાં) દ્રવ્યને આશ્રયે
(માટે) વાપર્યા છે. આત્મા છે ને...! તું ય આત્મા છો ને પ્રભુ! તને એક સમયની પર્યાયની રમતમાં
તને અંતર પડયો (ધ્રુવ) પ્રભુ! એની સૂઝ પડતી નથી તને! સૂઝ-બૂઝ પડતી નથી પ્રભુ! એક
સમયની પર્યાયની રમતુંમાં અનંતકાળ ગાળ્યો પ્રભુ! એથી તને એમાં સૂઝ પડતી નથી. પણ પ્રભુ તું
મહાપ્રભુ બિરાજે છે જોડે (પર્યાયની જોડે) અંદર, અંતરમાં- એવા મહાપ્રભુનો આશ્રય લઈ અને જેણે
એકાંતદ્રષ્ટિ સર્વથા છોડી દીધી છે. આમ તો આ બાજુ ઢળી ગયો છે, નય છે સમ્યક્એકાંત. પણ
સમ્યક્એકાંત, મિથ્યા એકાંતનો નાશ કરીને સમ્યક્એકાંત ઉત્પન્ન થયું છે. આહા... હા.. હા!
ને..? અહંકારને મમકારનો અર્થ કર્યો છે બીજો કંઈક આમાં. ટીકામાં છે. જુઓ!
અહંકાર છૂટી ગયો છે અને એના તરફથી મને સુખ થતું - એવો મમકાર છૂટી ગયો છે. એમ અર્થ
કર્યો બે (પ્રકારે). આહા.. હા! “અહંકાર–મમકાર નહિ કરતાં અનેક ઓરડાઓમાં સંચારિત
રત્નદીપકની માફક.” લઈ જવામાં આવતા - જેમ જુદા જુદા ઓરડાઓમાં લઈ જવાતો રત્નદીપક
રત્નનો દીવો “એકરૂપ જ”. રહે છે ગમે તે ઓરડામાં લઈ જાવ તે તો એકરૂપ જ રહે છે. આહા..
હા! ગમે તેવા રાગને મનુષ્ય. દેહાદિદવ - દેવીમાં હો એ તો રતનનો દીવો તો એવો ને એવો
ચેતનમૂર્તિ ભગવાન છે.
ઓરડારૂપે તે રતન થતો નથી. - એમ ભગવાન આત્મા, અનેક શરીરોમાં ને રાગાદિમાં ભલે વર્તાઈ
ગયો છતાંય ચેતનરતન તો એનાથી ભિન્ન જ વર્તે છે. આહા... હા... હા! આવું વ્યાખ્યાન! હવે! બાપુ
મારગ તો પ્રભુનો આવો છે! આહા... હા! વીતરાગ સર્વજ્ઞદેવ! ત્રિલોકનાથ! વીતરાગપણું પ્રાપ્ત
કરવાનો ઉપદેશ છે! ભાઈ તું વીતરાગભાવથી ભરેલો પ્રભુ છો ને...! તારામાં વીતરાગભાવ -
જિનસ્વરૂપ ઠસોઠસ ભર્યું છે! એનો જેણે આશ્રય લીધો એને સમસ્ત એકાંતદ્રષ્ટિ ક્ષય થઈ ગઈ છે.
આહા.. હા... હા! પ્રક્ષીણ થઈ ગઈ છે. વિશેષે ક્ષય થઈ ગઈ છે. પ્રભુ! વર્તમાન તો ક્ષયોપશમ
સમકિત હોય છે ને...! ક્ષાયિક તો છે (નહીં) તો પણ કહે છે કે ક્ષયોપશમ સમકિતમાં પણ સમસ્ત
એકાંતદ્રષ્ટિનો વિશેષે નાશ થઈ ગ્યો છે!! આહા... હા! ભલે ક્ષયોપશમ હો કે ક્ષાયિક થવાની બીજે
ભવે તૈયારી હોય તો એવો હોય અહીંયાં - પણ એ બધા આગ્રહ જેટલા એકાંત (દ્રષ્ટિ) ના છૂટી
ગયા છે, નાશ થઈ ગ્યા છે. આહા! એકલો પ્રભુ! પૂર્ણાનંદનો નાથ ભગવાન ધ્રુવ સ્વભાવ,
જ્ઞાયકભાવ- એનો આશ્રય લઈને જે ચેતનના પ્રકાશનાથના નૂર પ્રગટયાં - એમાં - આગ્રહ-
એકાંતદ્રષ્ટિનો નાશ થઈ જાય છે. અને નિર્મળ અનેકાંતપર્યાય પ્રગટ થાય છે.