૮૮ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
तत्रापि भवति हिंसा रागाद्युत्पत्तितन्त्रत्वात्।। १०९।।
અન્વયાર્થઃ– અને [अपि] એ ઉપરાંત [मदनोद्रेकात्] કામની ઉત્કટતાથી [यत् किञ्चित्] જે કાંઈ [अनङ्गरमणादि] અનંગક્રીડા [क्रियते] કરવામાં આવે છે [तत्रापि] તેમાં પણ [रागाद्युत्पत्तितन्त्रत्वात्] રાગાદિની ઉત્પત્તિને કારણે [हिंसा] હિંસા [भवति] થાય છે.
ટીકાઃ– ‘यत् अपि मदनोद्रेकात् अनङ्गरमणादि किञ्चित् क्रियते तत्रापि हिंसा भवति रागाद्युत्पत्तितन्त्रत्वात्’– જે જીવ તીવ્ર ચારિત્રમોહ કર્મના ઉદયથી (ઉદયમાં જોડાવાથી) તીવ્ર કામવિકાર થવાને લીધે અનંગક્રીડા કરે છે ત્યાં પણ હિંસા થાય છે. કેમકે હિંસાનું થવું રાગાદિની ઉત્પત્તિને આધીન છે. જો રાગાદિ ન થાય તો હિંસા કદી થઈ શકતી નથી. માટે એ સિદ્ધ થયું કે અનંગક્રીડામાં પણ હિંસા થાય છે. ૧૦૯.
निःशेषशेषयोषिन्निषेवणं तैरपि न कार्यम्।। ११०।।
અન્વયાર્થઃ– [ये] જે જીવ [मोहात्] મોહને લીધે [निजकलत्रमात्रं] પોતાની વિવાહિતા સ્ત્રીને જ [परिहर्तुं] છોડવાને [हि] નિશ્ચયથી [न शक्नुवन्ति] સમર્થ નથી [तैः] તેમણે [निःशेषशेषयोषिन्निषेवणं अपि] બાકીની સ્ત્રીઓનું સેવન તો અવશ્ય જ [न] ન [कार्यम्] કરવું જોઈએ.
ટીકાઃ– ‘ये (जीवाः) हि मोहात् निजकलत्रमात्रं परिहर्तुं हि न शक्नुवन्ति तैरपि निःशेषशेषयोषिन्निषेवणं न कार्यम्’– જે જીવ અપ્રત્યાખ્યાનાવરણ ચારિત્રમોહનીયના ઉદયથી (–ઉદયવશે)પોતાની વિવાહિતા સ્ત્રીને છોડવાને શક્તિમાન નથી તેઓએ (વિવાહિતા સ્ત્રી સિવાયની) સંસારની સમસ્ત સ્ત્રીઓ સાથે કામસેવન ન કરવું પોતાની વિવાહિતા સ્ત્રીમાં જ સંતોષ રાખવો. એ એકદેશ બ્રહ્મચર્યવ્રત છે, તથા સ્ત્રીમાત્રની સાથે કામસેવન કરવાનો ત્યાગ કરવો તે મહાવ્રત છે. ૧૧૦.