Purusharth Siddhi Upay (Gujarati). Aparigrah Vrat Shlok: 111-112.

< Previous Page   Next Page >


Page 89 of 186
PDF/HTML Page 101 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૮૯

પરિગ્રહ પાપનું સ્વરૂપ

या मूर्च्छा नामेयं विज्ञातव्यः परिग्रहो ह्येषः।
मोहोदयादुदीर्णो
मूर्च्छा तु ममत्वपरिणामः।। १११।।

અન્વયાર્થઃ– [इयं][या] જે [मूर्च्छा नाम] મૂર્ચ્છા છે [एषः] એને જ [हि] નિશ્ચયથી [परिग्रहः] પરિગ્રહ [विज्ञातव्यः] જાણવો જોઈએ. [तु] અને [मोहोदयात्] મોહના ઉદયથી [उदीर्णः] ઉત્પન્ન થયેલ [ममत्वपरिणामः] મમત્વરૂપ પરિણામ જ [मूर्च्छा] મૂર્ચ્છા છે.

ટીકાઃ– ‘या इयं मूर्च्छा नाम हि एषः परिग्रहः विज्ञातव्यः तु (पुनः) मोहोदयात् उदीर्णः ममत्वपरिणाम मूर्च्छा (अस्ति)’ – હે ભવ્ય જીવો! જે આ મૂર્ચ્છા છે તે જ ખરેખર પરિગ્રહ છે. મૂર્ચ્છા એટલે શું? તે કહે છે. ચારિત્રમોહનીય કર્મના ઉદયથી ઉદયને પ્રાપ્ત થયેલ જે મમત્વપરિણામ (અર્થાત્ આ મારું છે એવા પરિણામ) તેને જ મૂર્ચ્છા કહે છે. ૧૧૧.

મમત્વપરિણામ જ વાસ્તવિક પરિગ્રહ છે એ વાતને દ્રઢ કરે છેઃ–

मूर्छालक्षणकरणात् सुघटा व्याप्तिः परिग्रहत्वस्य।
सग्रन्थो मूर्च्छावान विनापि
किल शेषमङ्गेभ्यः।। ११२।।

અન્વયાર્થઃ– [परिग्रहत्वस्य] પરિગ્રહપણાનું [मूर्छालक्षणकरणात्] મૂર્છા લક્ષણ કરવાથી [व्याप्तिः] વ્યાપ્તિ [सुघटा] સારી રીતે ઘટિત થાય છે, કેમ કે [शेषसङ्गेभ्यः] બીજા પરિગ્રહ [विना अपि] વિના પણ [मूर्छावान्] મૂર્છા કરનાર પુરુષ [किल] નિશ્ચયથી [सग्रन्थः] બાહ્ય પરિગ્રહ સહિત છે.

ટીકાઃ– ‘परिग्रहत्वस्य मूर्छालक्षणकरणात् व्याप्तिः सुघटा (यतः) किल शेषसंगेभ्यः विना अपि मूर्छावान् सग्रन्थः भवति’– પરિગ્રહના ભાવનું લક્ષણ મૂર્ચ્છા કર્યું તેમાં વ્યાપ્તિ બરાબર બને છે. કેમ કે ધન–ધાન્યાદિ બાહ્ય પરિગ્રહ વિના પણ મમત્વપરિણામવાળો જીવ પરિગ્રહ સહિત હોય છે.

ભાવાર્થઃ– સાહચર્યના નિયમને વ્યાપ્તિ કહે છે, અર્થાત્ જ્યાં લક્ષણ હોય ત્યાં લક્ષ્ય પણ હોય તેનું નામ વ્યાપ્તિ છે. તેથી જ્યાં જ્યાં મૂર્ચ્છા છે ત્યાં ત્યાં અવશ્ય પરિગ્રહ છે અને જ્યાં મૂર્ચ્છા નથી ત્યાં પરિગ્રહ પણ નથી. મૂર્ચ્છાની પરિગ્રહની સાથે