૯૦ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય વ્યાપ્તિ છે. કોઈ જીવ નગ્ન છે, બાહ્ય પરિગ્રહથી રહિત છે, પણ જો અંતરંગમાં મૂર્ચ્છા અર્થાત્ મમત્વપરિણામ છે તો તે પરિગ્રહવાન જ છે. અને એક મમત્વના ત્યાગી દિગંબર મુનિને પીંછી, કમંડળરૂપ બાહ્ય પરિગ્રહ હોવા છતાં પણ અંતરંગમાં મમત્વ નથી તેથી તે વાસ્તવિક પરિગ્રહથી રહિત જ છે. ૧૧૨.
भवति नितरां यतोऽसौ धत्ते मूर्छानिमित्तत्वम्।। ११३।।
અન્વયાર્થઃ– [यदि]જો [एवं] આમ [भवति] છે અર્થાત્ મૂર્ચ્છા જ પરિગ્રહ હોય [तदा તો [खलु] નિશ્ચયથી [बहिरङ्गः परिग्रहः] બાહ્ય પરિગ્રહ [कः अपि] કાંઈ પણ [न भवति] નહિ સિદ્ધ થાય, તો એમ નથી [यतः] કેમ કે [असौ] એ બાહ્ય પરિગ્રહ [मूर्छानिमित्तत्वम्] મૂર્ચ્છાના નિમિત્તપણાને [नितरां] અતિશયપણે [धत्ते] ધારણ કરે છે.
ટીકાઃ– પ્રશ્ન– ‘खलु यदि एवं भवति तदा बहिरंगः कोऽपि परिग्रहः न (स्यात्)
ઉત્તરઃ– यः असौ (बहिरंगः) नितरां मूर्छानिमित्तत्वम् धत्ते’– અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જો નિશ્ચયથી મૂર્ચ્છાનું જ નામ પરિગ્રહ છે તો પછી ધન–ધાન્યાદિ બાહ્યવસ્તુ પરિગ્રહ ન ઠરી. એને પરિગ્રહ શા માટે કહો છો? શ્રીગુરુ ઉત્તર આપે છેઃ–આ બાહ્ય ધન–ધાન્યાદિ તો અત્યંતપણે પરિગ્રહ છે કેમ કે બાહ્યવસ્તુ જ મૂર્ચ્છાનું કારણ છે.
ભાવાર્થઃ– પરિગ્રહનું લક્ષણ તો મૂર્ચ્છા જ છે. પણ બાહ્ય ધન–ધાન્યાદિ વસ્તુ મૂર્ચ્છા ઉપજાવવાને (નિમિત્ત) કારણ છે માટે તેને પણ પરિગ્રહ કહીએ છીએ. ૧૧૩.
यस्मादकषायाणां कर्मग्रहणे न मूर्च्छास्ति।। ११४।।
અન્વયાર્થઃ– [एवं] આ રીતે [परिग्रहस्य] બાહ્ય પરિગ્રહની [अतिव्याप्तिः] અતિવ્યાપ્તિ [स्यात्] થાય છે [इति चेत्] એમ જો કદાચ કહો તો [एवं] એમ [न भवेत्] થતું નથી [यस्मात्] કારણ કે [अकषायाणां] કષાયરહિત અર્થાત્ વીતરાગી પુરુષોને [कर्मग्रहणे] કાર્મણવર્ગણાના ગ્રહણમાં [मूर्च्छा] મૂર્ચ્છા [नास्ति] નથી.