Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 115-116.

< Previous Page   Next Page >


Page 91 of 186
PDF/HTML Page 103 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૯૧

ટીકાઃ– ‘एवं परिग्रहस्य अतिव्याप्तिः स्यात् इति चेत् न एवं भवेत् यस्मात् अकषायाणां कर्मग्रहणे मूर्च्छा नास्ति’– અર્થઃ– અહીં કોઈ પ્રશ્ન કરે કે જો પરિગ્રહને મૂર્ચ્છા ઉત્પન્ન કરવાનું નિશ્ચયકારણ કહેશો તો (मूर्च्छा परिग्रहः) એ લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષ આવશે, કેમકે અર્હંત અવસ્થામાં પણ કાર્મણવર્ગણા તથા નોકર્મવર્ગણા–એ બન્નેના ગ્રહણરૂપ પરિગ્રહ છે ત્યાં પણ મૂર્ચ્છા થઈ જશે. તો તેમ નથી, કારણ કે કષાયરહિત જીવોને કર્મ–નોકર્મનું ગ્રહણ હોવા છતાં પણ મૂર્ચ્છા અર્થાત્ મમત્વપરિણામ નથી.

ભાવાર્થઃ– અતિવ્યાપ્તિ તો ત્યારે થાય જો નિષ્પરિગ્રહી વીતરાગી મહાપુરુષોને મૂર્ચ્છા હોય. તે તો તેમને હોતી નથી, માટે વીતરાગી અર્હંત ભગવાનને કર્મ–નોકર્મનું ગ્રહણ હોવા છતાં પણ મૂર્ચ્છા વિના પરિગ્રહ નામ પામતું નથી. તેથી અતિવ્યાપ્તિ દોષ નથી. બાહ્યવસ્તુ મૂર્ચ્છા ઉપજાવવાનું કારણમાત્ર છે તેથી તેને ઉપચારથી પરિગ્રહ કહી દીધેલ છે. વાસ્તવમાં પરિગ્રહનું લક્ષણ મૂર્ચ્છા જ છે. ૧૧૪.

પરિગ્રહના ભેદ

अतिसंक्षेपाद् द्विविधः स भवेदाभ्यन्तरश्च बाह्यश्च।
प्रथमश्चतुर्दशविधो भवति द्विविधो
द्वितीयस्तु।। ११५।।

અન્વયાર્થઃ– [सः] તે પરિગ્રહ [अतिसंक्षेपात्] અત્યંત સંક્ષિપ્તપણે [आभ्यन्तरः] અંતરંગ [च] અને [बाह्मः] બહિરંગ [द्विविधः] બે પ્રકારે [भवेत्] છે [च] અને [प्रथमः] પહેલો અંતરંગ પરિગ્રહ [चतुर्दशविधः] ચૌદ પ્રકારનો [तु] તથા [द्वितीयः] બીજો બહિરંગ પરિગ્રહ [द्विविधः] બે પ્રકારનો [भवति] છે.

ટીકાઃ– ‘स (परिग्रहः) अति संक्षेपात् द्विविधः आभ्यन्तरः बाह्यश्च प्रथमः (आभ्यन्तरः) चतुर्दशविधः भवति द्वितीयस्तु द्विविधः भवति’– અર્થઃ– તે પરિગ્રહ સંક્ષેપમાં બે પ્રકારનો છે. પહેલો આભ્યંતર, બીજો બાહ્ય. અંતરંગ આત્માના પરિણામને આભ્યંતર પરિગ્રહ કહે છે અને બહારના બધા પદાર્થોને બાહ્ય પરિગ્રહ કહે છે. પહેલો પરિગ્રહ ચૌદ પ્રકારનો છે, બીજો બાહ્ય પરિગ્રહ બે પ્રકારનો છે. ૧૧પ.

આભ્યંતર પરિગ્રહના ચૌદ ભેદ

मिथ्यात्ववेदरागास्तथैव हास्यादयश्च षड् दोषा।
चत्वारश्च कषायाश्चतुर्दशाभ्यन्तरा
ग्रन्थाः।। ११६।।