Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 117-118.

< Previous Page   Next Page >


Page 92 of 186
PDF/HTML Page 104 of 198

 

૯૨ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય

અન્વયાર્થઃ– [मिथ्यात्ववेदरागाः] મિથ્યાત્વ, સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદના રાગ [तथैव च] એ જ રીતે [हास्यादयः] હાસ્યાદિ અર્થાત્ હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા એ [षड् दोषाः] છ દોષ [च] અને [चत्वारः] ચાર અર્થાત્ ક્રોધ, માન, માયા, લોભ અથવા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી અને સંજ્વલન એ ચાર [कषाया] કષાયભાવ–આ રીતે [आभ्यन्तराः ग्रन्थाः] અંતરંગ પરિગ્રહ [चतुर्दश] ચૌદ છે.

ટીકાઃ– ‘आभ्यन्तराः ग्रन्थाः मिथ्यात्ववेदरागाः तथैव हास्यादयः षड् दोषाः च चत्वारः कषायाः –चतुर्दश (भवति)’– અર્થઃ– આભ્યંતર પરિગ્રહ ૧૪ પ્રકારનો છે. ૧ મિથ્યાત્વ, ૨ પુરુષવેદ, ૩ સ્ત્રીવેદ, ૪ નપુંસકવેદ તથા પ હાસ્ય, ૬ રતિ, ૭ અરતિ, ૮ શોક, ૯ભય, ૧૦ જુગુપ્સા અને ૧૧ ક્રોધ, ૧૨ માન, ૧૩ માયા, ૧૪ લોભ–એ ૧૪ આભ્યંતર પરિગ્રહ છે. ૧૧૬.

બાહ્ય પરિગ્રહના બે ભેદ

अथ निश्चित्तसचितौ बाह्यस्य परिग्रहस्य भेदौ द्वौ।
नैषः कदापि सङ्गः सर्वोऽप्यतिवर्तते
हिंसाम्।। ११७।।

અન્વયાર્થઃ– [अथ] ત્યાર પછી [बाह्यस्य] બહિરંગ [परिग्रहस्य] પરિગ્રહનાં [निश्चित्तसचित्तौ] અચિત્ત અને સચિત્ત એ [द्वौ] બે [भेदौ] ભેદ છે. [एषः] [सर्वः अपि] બધાય [सङ्ग] પરિગ્રહ [कदापि] કોઈપણ કાળે [हिंसाम्] હિંસાનું [न अतिवर्तते] ઉલ્લંઘન કરતા નથી અર્થાત્ કોઈપણ પરિગ્રહ કદીપણ હિંસારહિત નથી.

ટીકાઃ– ‘अथ बाह्यस्य परिग्रहस्य निश्चित सचित्तौ द्वौ भेदौ (भवतः) एषः सर्वोऽपि (परिग्रहः) सङ्ग हिंसाम् कदापि न अतिवर्तते’– અર્થઃ– બાહ્ય પરિગ્રહનાં ચેતન અને અચેતન એ બે ભેદ છે. આ જે બધોય પરિગ્રહ છે તે હિંસાનું ઉલ્લંઘન કરતો નથી, અર્થાત્ હિંસા વિના પરિગ્રહ હોતો નથી. ૧૧૭.

હિંસા–અહિંસાનું લક્ષણ

उभयपरिग्रहवर्जंनमाचार्याः सूचयन्त्यहिंसेति।
द्विविधपरिग्रहवहनं
हिंसेति जिनप्रवचनज्ञाः।। ११८।।