પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૯૩
અન્વયાર્થઃ– [जिनप्रवचनज्ञाः] જૈન સિદ્ધાંતના જ્ઞાતા [आचार्याः] આચાર્યો [उभयपरिग्रहवर्जंनम्] બન્ને પ્રકારનાં પરિગ્રહનાં ત્યાગને [अहिंसा] અહિંસા [इति] એમ અને [द्विविधपरिग्रहवहनं] બન્ને પ્રકારના પરિગ્રહનાં ધારણને [हिंसा इति] હિંસા એમ [सूचयन्ति] સૂચવે–કહે છે.
ટીકાઃ– ‘जिन प्रवचनज्ञाः आचार्योः उभयपरिग्रहवर्जनं अहिंसा (भवति) इति सूचयन्ति तथा द्विविधपरिग्रहवहनं हिंसा (भवति) इति सूचयन्ति’– અર્થઃ– જૈન સિદ્ધાંતને જાણનાર આચાર્યો, ‘બન્ને પ્રકારના અંતરંગ અને બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરવો તે અહિંસા છે અને બન્ને પ્રકારના પરિગ્રહને ધારણ કરવો તે હિંસા છે’ એમ કહે છે. પરિગ્રહત્યાગ વિના અહિંસાની સિદ્ધિ નથી. ૧૧૮.
અન્વયાર્થઃ– [हिंसापर्यायत्वात्] હિંસાના પર્યાયરૂપ હોવાથી [अन्तरङ्गसङ्गेषु] અંતરંગ પરિગ્રહોમાં [हिंसा] હિંસા [सिद्धा] સ્વયંસિદ્ધ છે [तु] અને [बहिरङ्गेषु] બહિરંગ પરિગ્રહોમાં [मूर्छा] મમત્વપરિણામ [एव] જ [हिंसात्वम्] હિંસાભાવને [नियतम्] નિશ્ચયથી [प्रयातु] પ્રાપ્ત થાય છે.
ટીકાઃ– ‘अन्तरंगसंगेषु हिंसापर्यायत्वात् हिंसा सिद्धा तु (पुनः) बहिरङ्गेषु नियतं मूर्छैव हिंसात्वं प्रयातु’– અંતરંગ ૧૪ પ્રકારના પરિગ્રહોમાં બધા જ ભેદ હિંસાના પર્યાય હોવાથી હિંસા સિદ્ધ જ છે. બહિરંગ પરિગ્રહમાં નિશ્ચયથી મમત્વપરિણામ છે તે હિંસાને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થઃ– અંતરંગ પરિગ્રહ જે મિથ્યાત્વાદિ ૧૪ પ્રકારનો છે તે બધું જીવનું વિભાવ (–વિકારી) પરિણામ છે. તે કારણે તે તો હિંસા જ છે, પરંતુ બાહ્યવસ્તુમાં પણ નિશ્ચયથી મમત્વપરિણામ છે તે જ હિંસાનું કારણ છે. બાહ્યવસ્તુમાં જે મમત્વપરિણામ છે તેનું જ નામ પરિગ્રહ છે. કેવળીને સમવસરણાદિ વિભૂતિ હોય છે પણ મમત્વપરિણામ વિના પરિગ્રહ નથી. અથવા જે કોઈ પરિગ્રહને અંગીકાર કરીને કહે કે મારે તો મમત્વપરિણામ નથી તો તે જૂઠું છે, કારણ કે મમત્વ વિના અંગીકાર થાય નહિ. ૧૧૯.
જો બહિરંગ પદાર્થમાં મમત્વપરિણામનું હોવું જ પરિગ્રહ છે તો બધામાં સરખો જ પરિગ્રહજન્ય પાપબંધ થવો જોઈએ.