૯૪ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
नैवं भवति विशेषस्तेषां मूर्छाविशेषेण।। १२०।।
અન્વયાર્થઃ– [एवं] જો એમ જ હોય અર્થાત્ બહિરંગ પરિગ્રહમાં મમત્વપરિણામનું નામ જ મૂર્છા હોય તો [उन्दुरुरिपुहरिणशावकादीनां] બિલાડી અને હરણનાં બચ્ચાં વગેરેમાं [विशेषः] કાંઈ વિશેષતા [न स्यात्] નહિ રહે. પણ [एवं] એમ [न भवति] નથી, કારણ કે [मूर्छाविशेषेण] મમત્વપરિણામોની વિશેષતાથી [तेषां] તે બિલાડી અને હરણના બચ્ચાં વગેરે જીવોમાં [विशेषः] વિશેષતા છે, અર્થાત્ સમાનતા નથી.
ટીકાઃ– પ્રશ્ન–‘यदि एवं हि तर्हि उन्दुरुरिपु–हरिणशावकादीनाम् विशेषः न।
ઉત્તરઃ– एवं न भवति–तेषां मूर्छाविशेषण विशेषः भवति।’– અહીં કોઈ શંકા કરે છે કે જો બાહ્ય પદાર્થમાં જ મમત્વપરિણામ હિંસાનું કારણ છે અને તે મમત્વપરિણામ સામાન્ય રીતે બધા જીવોને હોય છે તો બધા જ જીવોને સરખું પાપ થવું જોઈએ. જેમ કે માંસાહારી બિલાડી અને ઘાસ ખાનાર હરણના બચ્ચામાં ભોજન કરવા સંબંધી મમત્વપરિણામ સામાન્યપણે સરખા જ છે. ત્યારે આચાર્ય ભગવાન તેને ઉત્તર આપે છે કે એમ નથી. બિલાડી અને હરણનાં બચ્ચાંની બાબતમાં પણ વિશેષતા છે, સમાનતા નથી. કેમકે બિલાડીને તો માંસ ખાવાના પરિણામ છે અને હરણનાં બચ્ચાંને ઘાસ ખાવાના પરિણામ છે. બસ, આ મમત્વવિશેષ હોવાથી વિશેષતા છે. ૧૨૦.
उन्दुरनिकरोन्माथिनि मार्जारे सैव जायते तीव्रा।। १२१।।
અન્વયાર્થઃ– [हरिततृणाङ्कुरचारिणि] લીલા ઘાસના અંકુર ખાનાર [मृगशावके] હરણના બચ્ચામાં [मूर्छा] મૂર્છા [मन्दा] મંદ [भवति] હોય છે અને [स एव] તે જ મૂર્છા [उन्दुरनिकरोन्माथिनि] ઉંદરોના સમૂહનું ઉન્મથન કરનાર [मार्जारे] બિલાડીમાં [तीव्रा] તીવ્ર [जायते] હોય છે.
ટીકાઃ– ‘हरिततृणाङ्कुरचारिणि मृगशावके मन्दा मूर्छा भवति तथा सैव मूर्छा उन्दुरनिकरोन्माथिनि मार्जारे तीव्रा जायते’– અર્થઃ–લીલા ઘાસના અંકુર ખાનાર