પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૯પ હરણનું બચ્ચું છે તેને ઘાસ ખાવામાં પણ મમત્વ બહુ ઓછું છે, અને ઉંદરોના સમૂહને ખાનાર બિલાડીને ઉંદર ખાવામાં બહુ તીવ્ર મમત્વ છે. બસ આ જ વિશેષતા છે.
ભાવાર્થઃ– પ્રથમ તો હરણના બચ્ચાને લીલા ઘાસમાં અધિક લાલસા નથી, પછી ખાવામાં ઘણી સરાગતા પણ નથી તથા ખાતી વખતે જો જરાપણ ભય પ્રાપ્ત થાય તો તે જ વખતે છોડીને ભાગી જાય છે. તેથી જણાય છે કે તેને અત્યંત આસક્તિ નથી. ઉંદરોના સમૂહને મારનાર બિલાડીને ઉંદર ખાવાની લાલસા ઘણી છે, પછી ઉંદરોને માર્યા પછી તેને ખાવામાં સરાગતા પણ ઘણી છે તથા જે વખતે તે ઉંદરોને ખાતી હોય ત્યારે તેના ઉપર લાકડી પણ પડે તોયે મહામુશ્કેલીએ તેને છોડે છે, તેથી જણાય છે કે હરણના બચ્ચા અને બિલાડીની મૂર્ચ્છામાં ઘણો ફેર છે. એવી જ રીતે ઘણા આરંભ–પરિગ્રહવાળા અને અલ્પ આરંભ–પરિગ્રહવાળામાં પણ તફાવત જાણવો. ૧૨૧.
औधस्यखण्डयोरिह माधुर्य्यप्रीतिभेद इव।। १२२।।
અન્વયાર્થઃ– [औधस्यखण्डयोः] દૂધ અને સાકરમાં [माधुर्य्यप्रीतिभेदः इव] મધુરતાના પ્રીતિભેદની જેમ [इह] આ લોકમાં [हि] નિશ્ચયથી [कारणविशेषात्] કારણની વિશેષતાથી [कार्यविशेषः] કાર્યની વિશેષતા [निर्बाधं] બાધારહિતપણે [संसिध्यते्] સારી રીતે સિદ્ધ થાય છે.
ટીકાઃ– हि कारणविशेषात् कार्यविशेषः निर्बाध संसिध्येत् यथा औधस्यखण्डयोः इह माधुर्य्यप्रीतिभेदः इव भवति– અર્થઃ– નિશ્ચયથી કારણની વિશેષતા હોવાથી કાર્યની વિશેષતા છે. જેમ ગાયના દૂધમાં અને ખાંડમાં ઓછીવત્તી મિઠાશ હોય છે તે જ ઓછીવત્તી પ્રીતિ ઉત્પન્ન કરે છે. ગાયના સ્તન ઉપર જે દૂધ રહેવાની થેલી છે તેને ઔધ કહે છે, તેમાંથી ઉત્પન્ન થયેલને ઔધસ એટલે દૂધ કહે છે.
ભાવાર્થઃ– એવો નિયમ છે કે જેવું કારણ હોય તેવું જ કાર્ય ઉત્પન્ન થાય છે. જેમ દૂધમાં મિઠાશ ઓછી છે અને સાકરમાં મિઠાશ વધારે છે તેથી દૂધમાં પ્રીતિ ઓછી થાય છે અને સાકરમાં પ્રીતિ વધારે થાય છે. ૧૨૨.