૯૬ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
सैवोत्कटमाधुर्ये खण्डे व्यपदिश्यते तीव्रा।। १२३।।
અન્વયાર્થઃ– [किल] નિશ્ચયથી [मन्दमाधुर्ये] ઓછી મિઠાશવાળા [दुग्धे] દૂધમાં [माधुर्यप्रीतिः] મિઠાશની રુચિ [मन्दा] થોડી [एव] જ [व्यपदिश्यते] કહેવામાં આવે છે અને [सा एव] તે જ મિઠાશની રુચિ [उत्कटमाधुर्ये] અત્યંત મિઠાશવાળી [खण्डे] સાકરમાં [तीव्रा] અધિક કહેવામાં આવે છે.
ટીકાઃ– ‘किल मन्दमाधुर्ये दुग्धे माधुर्यप्रीतिः मंदा व्यपदिश्यते तथा सेव माधुर्यप्रीतिः उत्कटमाधुर्ये खण्डे तीव्रा व्यपदिश्यते’– અર્થઃ– નિશ્ચયથી થોડી મિઠાશવાળા દૂધમાં મિષ્ટરસની રુચિવાળા પુરુષને રુચિ બહુ થોડી હોય છે અને ઘણી મિઠાશવાળી સાકરમાં તે જ પુરુષને રુચિ ઘણી વધારે હોય છે.
ભાવાર્થઃ– જેમ કોઈ મનુષ્ય મિષ્ટરસનો અભિલાષી છે તો તેની રુચિ દૂધમાં ઓછી હોય છે અને ખાંડમાં વધારે હોય છે; તેમ જે મનુષ્યને જેટલો પદાર્થોમાં મમત્વભાવ હશે તે તે પુરુષ તેટલો જ હિંસાનો ભાગીદાર થશે, વધારેનો નહિ. ભલે તેની પાસે તે પદાર્થો હાજર હોય કે ન હોય. અહીં કોઈ ઘણા આરંભ–પરિગ્રહ કરવાવાળો જીવ કહે કે અમને મમત્વભાવ નથી, પણ પરિગ્રહ ઘણો છે તો એમ બની શકે નહિ. કેમ કે જો મમત્વભાવ નહોતો તો બાહ્ય પરિગ્રહ એકત્ર જ શા માટે કર્યો? અને જો બાહ્ય પરિગ્રહ હોવા છતાં પણ તે જો મમત્વનો ત્યાગી હોય તો તે આ બાહ્ય પદાર્થોને એક ક્ષણમાં છોડી શકે છે. માટે સિદ્ધ થયું કે મમત્વભાવ વિના બાહ્ય પદાર્થોનો સંગ્રહ થઈ શકતો નથી. જેમ જેમ આપણો મમત્વભાવ વધતો જાય છે તેમ તેમ આપણે બાહ્ય પદાર્થોનો સંગ્રહ પણ કરતા જઈએ છીએ. ભાવહિંસા વિના દ્રવ્યહિંસા બની શકે છે પણ મમત્વભાવ વિના બાહ્ય પદાર્થોનો સંગ્રહ થઈ શકતો નથી. ૧૨૩.
सम्यर्ग्दशनचौराः प्रथमकषायाश्च