૯૮ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
અર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ શ્રાવક તે ૧ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ–માન–માયા–લોભ–આ ચારે કષાયોનો નાશ કરીને એકદેશ ચારિત્ર સન્મુખ થાય છે અર્થાત્ ગ્રહણ કરે છે. કારણ કે નિશ્ચયથી તે જ અપ્રત્યાખ્યાનાવરણ આદિ ચારે દેશચારિત્ર–શ્રાવકનાં વ્રતોનો ઘાત કરે છે આ રીતે આ ત્રીજો ભેદ અંતરંગ પરિગ્રહનો થયો. ૧૨પ.
कर्त्तव्यः परिहारो मार्दवशौचादिभावनया।। १२६।।
અન્વયાર્થઃ– માટે[निजशक्त्या] પોતાની શક્તિથી [मार्दवशौचादिभावनया] માર્દવ, શૌચ, સંયમાદિ દશલક્ષણ ધર્મદ્વારા [शेषाणां] બાકીના [सर्वेषाम्] બધાય [अन्तरङ्गसङ्गानाम्] અંતરંગ પરિગ્રહોનો [परिहारः] ત્યાગ [कर्त्तव्यः] કરવો જોઈએ.
ટીકાઃ– ‘शेषाणां सर्वेषाम् अंतरंगसंगानाम् निजशक्त्या मार्दव शौचादि भावनया परिहारः कर्त्तव्यः’– અર્થઃ– અને બાકીના જે ૧૦ પ્રકારના અંતરંગ પરિગ્રહ છે તેમને પોતાની શક્તિ અનુસાર પોતાના કોમળ પરિણામ તથા સંતોષરૂપી ભાવનાથી છોડવા અર્થાત્ યથાક્રમ બધાનો ત્યાગ કરવો.
ભાવાર્થઃ– અંતરંગ પરિગ્રહ ૧૪ પ્રકારના છે તેમનાં નામ આ જ ગ્રન્થમાં શ્લોક ૧૧૬માં બતાવ્યાં છે. ૧ મિથ્યાત્વ, ૪ ચોકડીરૂપ ચાર કષાય, તથા ૯ હાસ્યાદિ ૨નોકષાય– આ રીતે ૧૪ ભેદ છે. તેમનો ક્રમપૂર્વક ત્યાગ કરવો. તેમાંથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી ૪ કષાય છે તે સમ્યગ્દર્શન અને સ્વરૂપાચરણરૂપ ચારિત્રનો ઘાત કરે છે. અપ્રત્યાખ્યાનાવરણી નામે ચાર કષાય છે તે દેશચારિત્રનો ઘાત કરે છે અર્થાત્ શ્રાવકપદ થવા દેતા નથી. પ્રત્યાખ્યાનાવરણી નામે ચાર કષાય તે સકલસંયમનો ઘાત કરે છે અર્થાત્ મુનિપદ થવા દેતા નથી. તથા સંજ્વલનાદિ ૪ અને હાસ્યાદિ ૬ તથા ૩ વેદ–એ બધા યથાખ્યાતચારિત્રના ઘાતમાં નિમિત્ત છે. (નિજશક્તિના બળથી) આ રીતે આ બધાં વ્રતોને ક્રમપૂર્વક ધારણ કરીને, અંતરંગ પરિગ્રહને ક્રમપૂર્વક છોડવો જોઈએ. ૧૨૬. _________________________________________________________________ ૧. પ્રત્યાખ્યાનાવરણ–અ ઈષત્ થોડા, પ્રત્યાખ્યાન ત્યાગને, આવરણ આચ્છાદિત કરવાવાળા. ૨. નોકષાય ૧ હાસ્ય, ર રતિ, ૩ અરતિ ૪ શોક, પ ભય, ૬ જુગુપ્સા (ગ્લાનિ), ૭ સ્ત્રીવેદ, ૮