Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 127-128.

< Previous Page   Next Page >


Page 99 of 186
PDF/HTML Page 111 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૯૯

બાહ્ય પરિગ્રહ ત્યાગવાનો ક્રમ

बहिरङ्गादपि सङ्गात् यस्मात्प्रभवत्यसंयमोऽनुचितः।
परिवर्जयेदशेषं
तमचित्तं वा सचित्तं वा।। १२७।।

અન્વયાર્થઃ– [वा] તથા [तम्] તે બાહ્ય પરિગ્રહને [अचित्तं] ભલે તે અચેતન હોય [वा] કે [सचित्तं] સચેતન હોય, [अशेषं] સમ્પૂર્ણપણે [परिवर्जयेत्] છોડી દેવા જોઈએ. [यस्मात्] કારણ કે [बहिरङ्गात्] બહિરંગ [सङ्गात्] પરિગ્રહથી [अपि] પણ [अनुचितः] અયોગ્ય અથવા નિંદ્ય [असंयमः] અસંયમ [प्रभवति] થાય છે.

ટીકાઃ– ‘यस्मात् बहिरंगात् अपि संगात् अनुचितः असंयमः भवति तस्मात् चं अचित्तं सचित्तं वा अशेषं परिग्रहं परिवर्जयेत्’–અર્થઃ– જેથી બાહ્ય ધન–ધાન્યાદિ પરિગ્રહથી પણ મહાન અસંયમ થાય છે અર્થાત્ જ્યાંસુધી પરિગ્રહ રહે છે ત્યાંસુધી સંયમનું સારી રીતે પાલન થઈ શકતું નથી. તેથી તે બાહ્ય પરિગ્રહ ભલે સજીવ હોય કે અજીવ હોય– બન્ને પ્રકારનો પરિગ્રહ છોડવો જોઈએ.

ભાવાર્થઃ– બાહ્ય પરિગ્રહમાં સંસારના જેટલા કોઈ પદાર્થો છે તે બધા પ્રાયઃ આવી જાય છે. તેથી બાહ્ય પરિગ્રહનાં સજીવ અને અજીવ એવા બે ભેદ કર્યા છે. રૂપિયા, પૈસા ખેતી વગેરે અજીવ પરિગ્રહ છે અને હાથી, ઘોડા, બળદ, નોકર, ચાકર એ સજીવ પરિગ્રહ છે. એનો પણ ત્યાગ એકદેશ અને સર્વદેશ થાય છે. ૧૨૭.

જે સર્વદેશ ત્યાગ ન કરી શકે તે એકદેશ ત્યાગ કરે

योऽपि न शक्यस्त्यक्तुं धनधान्यमनुष्यवास्तुवित्तादिः।
सोऽपि
तनूकरणीयो निवृत्तिरूपं यतस्तत्त्वम्।। १२८।।

અન્વયાર્થઃ– [अपि] અને [यः] જે [धनधान्यमनुष्यवास्तुवित्तादिः] ધન, ધાન્ય, મનુષ્ય, ગૃહ, સંપદા વગેરે [त्यक्तुम्] છોડવાને [न शक्य] સમર્થ ન હોય [सः] તે પરિગ્રહ [अपि] પણ [तनू] ઓછો [करणीयः] કરવો જોઈએ. [यतः] કારણ કે [निवृत्तिरूपं] ત્યાગરૂપ જ [तत्त्वम्] વસ્તુનું સ્વરૂપ છે. _________________________________________________________________ ૧. તત્ત્વ નિવૃત્તિરૂપ છે તેનો અર્થઃ– દરેક વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવથી સદાય

પરિપૂર્ણ જ છે અને પરદ્રવ્યાદિકથી શૂન્ય અર્થાત્ નિવૃત્તિરૂપ જ છે વર્તમાન અશુદ્ધદશામાં પરદ્રવ્યના
આલંબનવડે રાગી જીવને બાહ્ય–સામગ્રી પ્રત્યે મમત્વરૂપ રાગ ભૂમિકાનુસાર હોય છે. તેનો