Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 129.

< Previous Page   Next Page >


Page 100 of 186
PDF/HTML Page 112 of 198

 

૧૦૦ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય

ટીકાઃ– ‘योऽपि मनुष्यः धन्यधान्यमनुष्यवास्तुवित्तादिः त्यक्तुम् न शक्तः सोऽपि मनुष्यः धन्यधान्यादिकः तनूकरणीयः यतः तत्त्वं निवृत्तिरूपं अस्ति।’– અર્થઃ– જે પ્રાણી ધન, ધાન્ય, વાસ્તુ મનુષ્યાદિ બહિરંગ (દસ પ્રકારના) પરિગ્રહને સર્વથા છોડવાને અશક્ત હોય તેણે તેમાંથી થોડો પરિગ્રહ રાખવાનું પરિમાણ કરવું જોઈએ. કારણ કે તત્ત્વ ત્યાગરૂપ છે.

ભાવાર્થઃ– બહિરંગ પરિગ્રહ મૂળ સજીવ અને અજીવના ભેદથી બે પ્રકારના છે. બન્નેના દશ ભેદ છે. ખેતર, મકાન, ચાંદી, સોનું, ધન, ચાર પગવાળા પશુ, વસ્ત્ર–પાત્ર, અનાજ, દાસી, દાસ વગેરે એ બાહ્ય પરિગ્રહના દશ ભેદ છે. એનો જો સંપૂર્ણ ત્યાગ ન કરી શકે તો તેમાંથી પોતાની જરૂર જેટલાનું પરિમાણ કરીને રાખે અને બાકીનાનો ત્યાગ કરે, કારણ કે ત્યાગરૂપ જ તત્ત્વનું સ્વરૂપ છે. જ્યાંસુધી આ આત્મા ત્યાગધર્મનું આચરણ નહિ કરે ત્યાંસુધી તેને મોક્ષ મળશે નહિ. નિવૃત્તિ નામ પણ મોક્ષનું જ છે. આ રીતે હિંસાદિ પાંચે પાપોનું વિસ્તૃત વર્ણન કર્યું. ૧૨૮.

रात्रौ भुञ्जानानां यस्मादनिवारिता भवति हिंसा।
हिंसाविरतैस्तस्मात् त्यक्तव्या
रात्रिभुक्तिरपि।। १२९।।

અન્વયાર્થઃ– [यस्मात्] કારણ કે [रात्रौ] રાત્રે [भुञ्जानानां] ભોજન કરનારાને [हिंसा] હિંસા [अनिवारिता] અનિવાર્ય [भवति] થાય છે. [तस्मात्] તેથી [हिंसाविरतैः] હિંંસાના ત્યાગીઓએ [रात्रिभुक्तिः अपि] રાત્રિભોજનનો પણ [त्यक्तव्या] ત્યાગ કરવો જોઈએ. _________________________________________________________________

સ્વાશ્રયના બળ વડે ત્યાગ કરાવવા માટે બાહ્ય પદાર્થના ત્યાગનો ઉપદેશ છે. વાસ્તવમાં તો
આત્માને પરવસ્તુનો ત્યાગ જ છે પણ જે કંઈ રાગ, મમત્વભાવ છે તેના ત્યાગરૂપ નિર્મળ પરિણામ
જેટલા અંશે થાય છે તેટલા જ અંશે રાગાદિની ઉત્પત્તિ થતી જ નથી. જ્યાં આવું હોય ત્યાં તે
જીવને પર વસ્તુના ત્યાગનો કર્તા કહેવો તે તે જાતના અભાવરૂપ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે
અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે. (નિશ્ચયસમ્યગ્દર્શન વિના અજ્ઞાનીના હઠરૂપ ત્યાગને વ્યવહારે
પણ ધર્મ સંજ્ઞા નથી.)

૧. દાસી દાસાદિને દ્વિપદ બે પગવાળાં કહેવામાં આવે છે. ૨. ત્યાગધર્મ જેમ પ્રકાશની ઉત્પત્તિ વિના અંધારું ટળે જ નહિ તેમ નિજ શુદ્ધાત્માના આશ્રય વડે

નિર્મળ શ્રદ્ધા–જ્ઞાન અને સ્વરૂપમાં એકાગ્રતારૂપ શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ કર્યા વિના રાગનો ત્યાગ
અર્થાત્ વીતરાગી ધર્મરૂપ મોક્ષનો ઉપાય અને મોક્ષ મળે નહી.