Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 130-131.

< Previous Page   Next Page >


Page 101 of 186
PDF/HTML Page 113 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૦૧

ટીકાઃ– ‘यस्मात् रात्रौ भुञ्जानानां अनिवारिता हिंसा भवति तस्मात् हिंसाविरतैंः रात्रिभुक्तिः अपि त्यक्तव्या’–અર્થઃ–રાત્રે ખાનારને હિંસા અવશ્ય જ થાય છે માટે હિંસાના ત્યાગીઓએ રાત્રિભોજનનો ત્યાગ અવશ્ય જ કરવો જોઈએ.

ભાવાર્થઃ– રાત્રે ભોજન કરવાથી જીવોની હિંસા અવશ્ય થાય છે. પ્રાયઃ એવાં નાનાં નાનાં ઘણાં જંતુઓ છે કે જે રાત્રે જ ગમન કરે છે અને દીવાના પ્રકાશના પ્રેમથી દીવાની (દીપકની) પાસે આવે છે, માટે રાત્રે ચૂલો સળગાવવામાં, પાણી આદિ ભરવામાં, ઘંટીથી દળવામાં, ભોજન બનાવવામાં નિયમથી અસંખ્ય જંતુઓનો ઘાત થાય છે. માટે હિંસાનો ત્યાગ કરનાર દયાળુ મનુષ્યોએ રાત્રે ખાવાનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ.

રાત્રિભોજનમાં ભાવહિંસા પણ થાય છેઃ–

रागाद्युदयपरत्वादनिवृत्तिर्नातिवर्तते हिंसाम्।
रात्रिं दिवमाहरतः कथं हि हिंसा न संभवति।। १३०।।

અન્વયાર્થઃ– [अनिवृतिः] અત્યાગભાવ [रागाद्युदयपरत्वात्] રાગાદિભાવોના ઉદયની ઉત્કટતાથી [हिंसाम्] હિંસાને [न अतिवर्तते] ઉલ્લંઘીને વર્તતા નથી, તો [रात्रिं दिवम्] રાતે અને દિવસે [आहरतः] આહાર કરનારને [हि] નિશ્ચયથી [हिंसा] હિંસા [कथं] કેમ [न संभवति] ન સંભવે?

ટીકાઃ– ‘रागादिउदयपरत्वात् अनिवृत्तिः अत्यागः हिंसां न अतिवर्तते यतः रात्रिं दिवं आहरतः–भुञ्जानस्य हि हिंसा कथं न संभवति?–अपितु संभवति एव।’– અર્થઃ–રાગાદિભાવ ઉત્કૃષ્ટ હોવાને લીધે રાગાદિનું અત્યાગપણું હિંસાનું ઉલ્લંઘન કરી શકતું નથી. અર્થાત્ જ્યાંસુધી રાગાદિનો ત્યાગ નથી ત્યાં સુધી અહિંસા નથી, હિંસા જ છે. તો પછી રાતે અને દિવસે ખાનારને હિંસા કેમ ન હોય? નિયમથી હોય જ. રાગાદિનું હોવું જ વાસ્તવિક હિંસાનું લક્ષણ છે. ૧૩૦.

શંકાકારની શંકા

यद्येवं तर्हि दिवा कर्तव्यो भोजनस्य परिहारः।
भोक्तव्यं तु निशायां नेत्थं नित्यं भवति हिंसा।। १३१।।

અન્વયાર્થઃ– [यदि एवं] જો એમ છે અર્થાત્ સદાકાળ ભોજન કરવામાં હિંસા છે [तर्हि] તો [दिवा भोजनस्य] દિવસના ભોજનનો [परिहारः] ત્યાગ