૧૦૨ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય [कर्तव्यः] કરવો જોઈએ [तु] અને [निशायां] રાત્રે [भोक्तव्यं] ભોજન કરવું જોઈએ. કેમકે [इत्थं] એ રીતે [हिंसा] હિંસા [नित्यं] સદાકાળ [न भवति] નહિ થાય.
ટીકાઃ– ‘यदि एवं तर्हि दिवा भोजनस्य परिहारः कर्तव्यः तु निशायां भोक्तव्यं इत्थं नित्यं हिंसा न भवति’– અર્થઃ– અહીં કોઈ તર્ક કરે છે કે જો દિવસે અને રાતે–બન્ને વખતે ભોજન કરવાથી હિંસા થાય છે તો દિવસે ભોજન ન કરવું જોઈએ અને રાત્રે ભોજન કરવું જોઈએ જેથી હંમેશાં હિંસા નહિ થાય. એવો જ નિયમ શા માટે કરવો કે દિવસે જ ભોજન કરવું અને રાત્રે ન કરવું?
अन्नकवलस्य भुक्तेर्भुक्ताविव मांसकवलस्य।। १३२।।
અન્વયાર્થઃ– [एवं न] એમ નથી. કારણ કે [अन्नकवलस्य] અન્નના કોળિયાના [भुक्तेः] ભોજનથી [मांसकवलस्य] માંસના કોળિયાના [भुक्तौ इव] ભોજનમાં જેમ રાગ અધિક થાય છે તેવી જ રીતે [वासरभुक्तेः] દિવસના ભોજન કરતાં [रजनिभुक्तौ] રાત્રિભોજનમાં [हि] નિશ્ચયથી [रागाधिकः] અધિક રાગ [भवति] થાય છે.
ટીકાઃ– ‘हि रजनिभुक्तौ अधिकः रागः भवति वासरभुक्ते एवं न भवति यथा अन्नकवलस्य भुक्तौ मांसकवलस्य भुक्तौ इव’–અર્થઃ–નિશ્ચયથી રાત્રે ભોજન કરવામાં અધિક રાગભાવ છે અને દિવસે ભોજન કરવામાં ઓછો રાગભાવ છે. જેમ અન્નના ભોજનમાં રાગભાવ ઓછો છે અને માંસના ભોજનમાં રાગભાવ અધિક છે.
ભાવાર્થઃ– પેટ ભરવાની અપેક્ષાએ તો બન્ને ભોજન સરખા જ છે. પણ પ્રત્યેક પ્રાણીને અન્ન, દૂધ, ઘી, વગેરે ખાવામાં તો સાધારણ રાગભાવ છે અર્થાત્ ઓછી લોલુપતા છે કેમ કે અન્નનો આહાર તો સર્વ મનુષ્યોને સહ્ય જ છે તેથી પ્રાયઃ ઘણા પ્રાણીઓ તો અન્નનું જ ભોજન કરે છે; પણ માંસના ભોજનમાં કામાદિની અપેક્ષાએ અથવા શરીરના મોહની અપેક્ષાએ વિશેષ રાગભાવ હોય છે કેમકે માંસનું ભોજન બધા મનુષ્યોનો સ્વાભાવિક–પ્રાકૃતિક આહાર નથી. તેવી જ રીતે દિવસના ભોજનમાં પ્રાયઃ બધા પ્રાણીઓનો સાધારણ રાગભાવ છે કેમકે દિવસનું ભોજન સર્વ પ્રાણીઓને હોય છે, અને રાતના ભોજનમાં કામાદિની અપેક્ષાએ તથા શરીરમાં અધિક સ્નેહની