પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૦પ મોક્ષની વાતો કર્યા કરીએ અને મોક્ષના માર્ગની ખોજ કરીએ નહિ તથા તેના અનુસારે ચાલીએ નહિ તો આપણે કદી મોક્ષને પામી શકીએ નહિ અને જે જીવો તેના માર્ગમાં ચાલે છે અર્થાત્ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લે છે તે જીવ તરત જ મોક્ષના પરમધામમાં પહોંચી જાય છે. આ રીતે (–તત્ત્વજ્ઞાનપૂર્વક) પાંચે પાપના ત્યાગપૂર્વક પાંચે અણુવ્રતનું તથા રાત્રિભોજનત્યાગનું વર્ણન કરીને હવે સાત શીલવ્રતોનું વર્ણન કરે છે. કેમ કે સાત શીલવ્રત પાંચ અણુવ્રતની રક્ષા કરવા માટે નગરના કોટ સમાન છે. જેમ કિલ્લો નગરનું રક્ષણ કરે છે તેવી જ રીતે સાત શીલવ્રત પાંચે અણુવ્રતની રક્ષા કરે છે. ૧૩પ.
व्रतपालनाय तस्माच्छीलान्यपि पालनीयानि।। १३६।।
અન્વયાર્થઃ– [किल] નિશ્ચયથી [परिधयः इव] જેમ કોટ, કિલ્લો [नगराणि] નગરોની રક્ષા કરે છે તેવી જ રીતે [शीलानि] ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત–એ સાત શીલ [व्रतानि] પાંચે અણુવ્રતોનું [पालयन्ति] પાલન અર્થાત્ રક્ષણ છે. [तस्मात्] માટે [व्रतपालनाय] વ્રતોનું પાલન કરવા માટે [शीलानि] સાત શીલવ્રતો [अपि] પણ [पालनीयानि] પાળવાં જોઈએ.
ટીકાઃ– ‘किल शीलानि व्रतानि पालयन्ति परिधयः नगराणि इव तस्मात् व्रतपालनाय शीलानि अपि पालनीयानि’–અર્થઃ–નિશ્ચયથી જે સાત શીલવ્રત છે તે પાંચે અણુવ્રતની રક્ષા કરે છે, જેમ કોટ નગરની રક્ષા કરે છે. તેથી પાંચે અણુવ્રતોનું પાલન કરવા માટે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ સાત શીલવ્રતો અવશ્ય પાળવાં જ જોઈએ. હવે તેનું જ વર્ણન કરે છે તે સાંભળો. ત્રણ ગુણવ્રતોનાં નામઃ–૧ દિગ્વ્રત, ૨ દેશવ્રત, ૩ અનર્થદંડત્યાગવ્રત. ચાર શિક્ષાવ્રતનાં નામઃ–૧ સામાયિક. ૨ પ્રોષધોપવાસ, ૩ ભોગોપભોગપરિમાણવ્રત, ૪ વૈયાવૃત્ત. ૧૩૬.
અન્વયાર્થઃ– [सुप्रसिद्धैः] સારી રીતે પ્રસિદ્ધ [अभिज्ञानैः] ગામ, નદી, પર્વતાદિ જુદાં જુદાં લક્ષણોથી [सर्वतः] બધી દિશાએ [मर्यादां] મર્યાદા [प्रविधाय]