૧૦૬ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય કરીને [प्राच्यादिभ्यः] પૂર્વાદિ [दिग्भ्यः] દિશાઓમાં [अविचलिता विरतिः] ગમન ન કરવાની પ્રતિજ્ઞા [कर्तव्या] કરવી જોઈએ.
ટીકાઃ– ‘सुप्रसिद्धैः अभिज्ञानैः सर्वतः मर्यादां प्रविधाय प्राच्यादिभ्यः दिग्भ्यः अविचलिता विरतिः कर्तव्या’–અર્થઃ–પ્રસિદ્ધપણે જાણેલા જે મહાન પર્વતાદિ, નગરાદિ અથવા સમુદ્રાદિવડે ચારે દિશામાં જિંદગીપર્યંત મર્યાદા બાંધીને ચાર દિશા, ચાર વિદિશા અને ઉપર તથા નીચે–એ રીતે દશે દિશાઓમાં જવાની પ્રતિજ્ઞા કરી લેવી અને પછી જિંદગીપર્યંત આ મર્યાદાની બહાર ન જવું તેને દિગ્વ્રત કહે છે. અહીં પહાડ વગેરે તથા હવાઈ જહાજથી ચડવાની અપેક્ષાએ ઉપરની દિશા અને કૂવા કે સમુદ્રાદિમાં જવાની અપેક્ષાએ નીચેની દિશાનું ગ્રહણ કર્યું છે. ૧૩૭.
सकलासंयमविरहाद्भवत्यहिंसाव्रतं पूर्णम्।। १३८।।
અન્વયાર્થઃ– [यः] જે [इति] આ રીતે [नियमितदिग्भावे] મર્યાદા કરેલી દિશાઓની અંદર [प्रवर्तते] રહે છે [तस्य] તે પુરુષને [ततः] તે ક્ષેત્રની [बहिः] બહારના [सकलासंयमविरहात्] સમસ્ત અસંયમના ત્યાગના કારણે [पूर्णं] પરિપૂર્ણ [अहिंसाव्रतं] અહિંસાવ્રત [भवति] થાય છે.
ટીકાઃ– ‘यः (पुरुषः) इति नियमित दिग्भागे प्रवर्तते तस्य ततः बहिः सकलासंयमविरहात् पूर्णं अहिंसाव्रतं भवति।’–અર્થઃ–જે મનુષ્ય આ રીતે મર્યાદા કરેલા દશે દિશાઓના ક્ષેત્રની અંદર જ પોતાનું બધું કામ કરે છે તેને તે દિશાઓની બહાર અહિંસા મહાવ્રત પળાય છે. માટે દિગ્વ્રત પાળવાથી અહિંસાવ્રત પુષ્ટ થાય છે. ૧૩૮.
અન્વયાર્થઃ– [च] અને [तत्र अपि] તે દિગ્વ્રતમાં પણ [ग्रामापणभवनपाटकादीनाम्] ગામ, બજાર, મકાન, શેરી વગેરેનું [परिमाणं] પરિમાણ [प्रविधाय]