પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૦૭ કરીને [देशात्] મર્યાદા કરેલા ક્ષેત્રમાંથી બહાર [नियतकालं] જવાનો કોઈ નક્કી કરેલા સમય સુધી [विरमणं] ત્યાગ [करणीयं] કરવો જોઈએ.
ટીકાઃ– ‘तत्रापि च दिग्व्रतोऽपि च ग्रामापणभवनपाटकादीनाम् नियतकालं परिमाणं प्रविधाय देशात् विरमणं करणीयम्।’–અર્થઃ–જે દશે દિશાઓની મર્યાદા દિગ્વ્રતમાં કરી હતી તેમાં પણ ગામ, બજાર, ઘર, શેરી વગેરે સુધી એક દિવસ, એક અઠવાડિયું, પખવાડિયું, મહિનો, અયન, વર્ષ વગેરે નિશ્ચિત કાળ સુધી જવા–આવવાનું પરિમાણ કરીને બહારના ક્ષેત્રથી વિરક્ત થવું એને જ દેશવ્રત કહે છે. આ દેશવ્રતથી પણ અહિંસા પળાય છે. ૧૩૯.
तत्कालं
અન્વયાર્થઃ– [इति] આ રીતે [बहुदेशात् विरतः] ઘણા ક્ષેત્રનો ત્યાગ કરનાર [विमलमतिः] નિર્મળ બુદ્ધિવાળો શ્રાવક [तत्कालं] તે નિયમિત કાળે [तदुत्थहिंसाविशेषपरिहारात्] મર્યાદાકૃત ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી હિંસા વિશેષના ત્યાગથી [विशेषेण] વિશેષપણે [अहिंसां] અહિંસાવ્રતનો [श्रयति] આશ્રય કરે છે.
ટીકાઃ– ‘इति बहुदेशात् विरतो विमलमतिः तत्कालं तदुत्थहिंसाविशेषपरिहारात् विशेषेण अहिंसां श्रयति।’–અર્થઃ–આ રીતે દિગ્વ્રતમાં કરેલા ક્ષેત્રનું પરિમાણ કરીને તે ક્ષેત્ર બહાર હિંસાનો ત્યાગ થવા છતાં પણ ઉત્તમ બુદ્ધિવાળો શ્રાવક જો તે વખતે બીજા પણ થોડા ક્ષેત્રની મર્યાદા કરે છે તો તે વિશેષપણે અહિંસાનું આશ્રય કરે છે. જે મનુષ્યે જીવનપર્યંત દક્ષિણમાં કન્યાકુમારી અને ઉત્તરમાં હિમાલય સુધીનું દિગ્વ્રત કર્યું છે તે કાયમ તો હિમાલય જતો નથી તેથી તે દરરોજ એવી પ્રતિજ્ઞા કરે છે કે આજ હું ‘છપારા’ ગામમાં જ રહીશ, બહાર નહીં જાઉં. તો જે દિવસે તે ‘છપારા’ સુધીનો જ નિયમ કરે છે તેને તે દિવસે ‘છપારા’ની બહારના પ્રદેશમાં અહિંસા મહાવ્રતનું પાલન થાય છે. ૧૪૦.
પ્રયોજન વિનાના પાપનો ત્યાગ કરવો તેને અનર્થદંડત્યાગવ્રત કહે છે. તેના પાંચ ભેદ છેઃ–૧. અપધ્યાનત્યાગવ્રત, ૨. પાપોપદેશત્યાગવ્રત, ૩. પ્રમાદચર્યાત્યાગવ્રત, ૪. હિંસાદાનત્યાગવ્રત, અને પ. દુઃશ્રુતિત્યાગવ્રત.