૧૦૮ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
न कदाचनापि चिन्त्याः पापफलं केवलं यस्मात्।। १४१।।
અન્વયાર્થઃ– [पापर्द्धि–जय–पराजय–सङ्गरपरदारगमन–चौर्याद्याः] શિકાર, જય, પરાજય, યુદ્ધ, પરસ્ત્રીગમન, ચોરી, આદિનું [कदाचनापि] કોઈ પણ સમયે [न चिन्त्याः] ચિંતવન ન કરવું જોઈએ [यस्मात्] કારણ કે આ અપધ્યાનોનું [केवलं] માત્ર [पापफलं] પાપ જ ફળ છે.
ટીકાઃ– ‘पापर्द्धि जय पराजय संगरपरदारगमन चौर्याद्याः कदाचन अपि न चिन्त्याः यस्मात् केवल पापफलं भवति’–અર્થઃ–શિકાર કરવાનું, સંગ્રામમાં કોઈની જીત અને હારનું, પરસ્ત્રીગમનનું, ચોરી કરવાનું ઇત્યાદિ ખરાબ કાર્યો કે જે કરવાથી કેવળ પાપ જ થાય છે., તેનું કદીપણ ચિંતવન ન કરવું જોઈએ એને જ અપધ્યાન–અનર્થદંડત્યાગવ્રત કહે છે. ખોટા (ખરાબ) ધ્યાનનું નામ અપધ્યાન છે, તેથી જે વાતનો વિચાર કરવાથી કેવળ પાપનો જ બંધ થાય તેને જ અપધ્યાન કહે છે. તેનો ત્યાગ કરવો તે અપધ્યાનઅનર્થદંડત્યાગવ્રત કહે છે. ૧૪૧.
पापोपदेशदानं
અન્વયાર્થઃ– [विद्या–वाणिज्य–मषी–कृषि–सेवा–शिल्पजीविनां] વિદ્યા, વ્યાપાર, લેખનકળા, ખેતી, નોકરી અને કારીગરીથી નિર્વાહ ચલાવનાર [पुंसाम्] પુરુષોને [पापोपदेशदानं] પાપનો ઉપદેશ મળે એવું [वचनं] વચન [कदाचित् अपि] કોઈ પણ વખતે [नैव] ન [वक्तव्यम्] બોલવું જોઈએ.
ટીકાઃ– ‘विद्या वाणिज्य मषी कृषि सेवा शिल्प जीविनां पुंसाम् पापोपदेशदानं वचनं कदाचित् अपि नैव वक्तव्यम्।’–અર્થઃ–વિદ્યા અર્થાત્ વૈદક–જ્યોતિષ કરનાર, વ્યાપાર કરનાર, લેખનકાર્ય કરનાર, ખેતી કરનાર, નોકરી–ચાકરી કરનાર અને લુહાર, સોની, દરજી વગેરેનું કામ કરનારને આ જ કામ કરવાના અને બીજા જે કોઈ પાપબંધ કરનારાં કાર્ય છે તેનો કોઈને પણ ઉપદેશ આપવો ન જોઈએ. એને જ