Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 143-144.

< Previous Page   Next Page >


Page 109 of 186
PDF/HTML Page 121 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૦૯ પાપોપદેશ અનર્થદંડત્યાગવ્રત કહે છે. શ્રાવક ગૃહસ્થ પોતાના કુટુંબીઓને, ભાઈબંધોને, પોતાનાં સગાંવહાલાંઓને–સંબંધીઓને કે જેમની સાથે પોતાને પ્રયોજન છે તેમને તથા પોતાના સાધર્મી ભાઈઓ છે તેમને તેમનો નિર્વાહ ચલાવવા માટે અવશ્ય વ્યાપાર વગેરેનો ઉપદેશ આપીને નિમિત્ત સંબંધી ચેષ્ટા કરે, પણ જેમની સાથે પોતાને કાંઈ પણ પ્રયોજન નથી તેમને ઉપદેશ ન દેવો જોઈએ. ૧૪૨.

પ્રમાદચર્યા અનર્થદંડત્યાગવ્રતનું સ્વરૂપઃ–

भूखननवृक्षमोट्टनशाड्वलदलनाम्बुसेचनादीनि।
निष्कारणं न कुर्याद्दलफलकुसुमोच्चयानपि
च।। १४३।।

અન્વયાર્થઃ– [भूखननवृक्षमोट्टनशाड्वलदलनाम्बुसेचनादीनि] પૃથ્વી ખોદવી, વૃક્ષ ઉખાડવાં, અતિશય ઘાસવાળી જમીન કચરવી, પાણી સીંચવું વગેરે [च] અને [दलफलकुसुमोच्चयान्] પત્ર, ફળ, ફૂલ તોડવા [अपि] વગેરે પણ [निष्कारणं] પ્રયોજન વિના [न कुर्यात्] ન કરવું.

ટીકાઃ– ‘निष्कारणं भूखनन वृक्षमोट्टन शाड्वलदलन अम्बुसेचनादीनि च दलफलकुसुमोच्चयान् अपि च न कुर्यात्’–અર્થઃ–વિના પ્રયોજને પૃથ્વી ખોદવી, વૃક્ષ ઉખાડવા, ઘાસ કચરવું, પાણી સીંચવું–ઢોળવું તથા પાંદડાં, ફળ, ફૂલો તોડવાં, ઇત્યાદિ કોઈ પણ કાર્ય ન કરવું.

ભાવાર્થઃ– ગૃહસ્થ શ્રાવક પોતાના પ્રયોજન માટે કાંઈ પણ કરી શકે છે, પણ જેમાં પોતાનો કાંઈ પણ સ્વાર્થ નથી, જેમકે રસ્તે ચાલતાં વનસ્પતિ વગેરે તોડવી ઇત્યાદિ નકામાં કામ ન કરવાં જોઈએ. એને જ પ્રમાદચર્યાઅનર્થદંડત્યાગવ્રત કહે છે. ૧૪૩.

હિંસાપ્રદાન અનર્થદંડત્યાગવ્રતનું સ્વરૂપઃ–

असिधेनुविषहुताशनलाङ्गलकरवालकार्मुकादीनाम्।
वितरणमुपकरणानां
हिंसायाः परिहरेद्यत्नात्।। १४४।।

અન્વયાર્થઃ– [असि–धेनु–विष–हुताशन–लाङ्गल–करवाल–कार्मुकादीनाम्] છરી, વિષ, અગ્નિ, હળ, તલવાર, ધનુષ આદિ [हिंसायाः] હિંસાનાં [उपकरणानां] ઉપકરણોનું