૧૧૦ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય [वितरणम्] વિતરણ એટલે કે બીજાને દેવું તે [यत्नात्] સાવધાનીથી [परिहरेत्] છોડી દેવું જોઈએ.
ટીકાઃ– ‘हिंसायाः उपकरणानां असि धेनु विष हुताशन लाङ्गल करवाल कार्मुकादीनाम् परिहरेत्’–અર્થઃ–હિંસા કરવાનાં સાધન છરી, વિષ, અગ્નિ, હળ, તરવાર, બાણ વગેરેનું દેવું પ્રયત્નથી દૂર કરે અર્થાત્ બીજાને આપે નહિ, એને જ હિંસાદાન અર્થદંડત્યાગવ્રત કહે છે. જે વસ્તુઓ આપવાથી હિંસા થતી હોય તે વસ્તુઓનો ઉપયોગ પોતાના માટે કરી શકે છે પરંતુ બીજાઓને કદીપણ ન આપવી. ૧૪૪.
न कदाचन कुर्वीत श्रवणार्जनशिक्षणादीनि।। १४५।।
અન્વયાર્થઃ– [रागादिवर्द्धनानां] રાગ, દ્વેષ, મોહાદિને વધારનાર તથા [अबोधबहुलानाम्] ઘણા અંશે અજ્ઞાનથી ભરેલી [दुष्टकथानाम्] દુષ્ટ કથાઓનું [श्रवणार्जनशिक्षणादीनि] સાંભળવું, ધારવું, શીખવું આદિ [कदाचन] કોઈ સમયે, કદીપણ [न कुर्वीत] કરવું ન જોઈએ.
ટીકાઃ– ‘अबोध (मिथ्यात्व) बहुलानां रागादिवर्द्धनानां दुष्टकथानां श्रवणार्जनशिक्षणादीनि न कदाचन कुर्वीत’–અર્થઃ–મિથ્યાત્વસહિત રાગદ્વેષ, વેરભાવ, મોહ, મદાદિ વધારનાર કુકથાઓનું શ્રવણ તથા નવી કથાઓ બનાવવી, વાંચવી વગેરે કદી પણ ન કરવું. એને જ દુઃશ્રુતિ અનર્થદંડત્યાગવ્રત કહે છે. જે કથાઓ સાંભળવાથી, વાંચવાથી અને શિખવવાથી વિષયાદિની વૃદ્ધિ થાય, મોહ વધે અને પોતાના તથા પરના પરિણામથી ચિત્તને સંકલેશ થાય એવી રાજકથા, ચોરકથા, ભોજનકથા, સ્ત્રીકથા ઇત્યાદિ કથાઓ કહેવી નહિ. ૧૪પ.