Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 147.

< Previous Page   Next Page >


Page 111 of 186
PDF/HTML Page 123 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૧૧

અન્વયાર્થઃ– [सर्वानर्थप्रथमं] સાત વ્યસનોમાં પહેલું અથવા બધાં અનર્થોમાં મુખ્ય, [शौचस्य मथनं] સંતોષનો નાશ કરનાર, [मायायाः] માયાચારનું [सद्म] ઘર અને [चौर्यासत्यास्पदम्] ચોરી તથા અસત્યનું સ્થાન [द्यूतम्] એવા જુગારનો [दूरात्] દૂરથી જ [परिहरणीयम्] ત્યાગ કરવો જોઈએ.

ટીકાઃ– ‘सर्वानर्थप्रथमम् मथनं शौचस्य, सद्म मायायाः चौर्यासत्यास्पदं द्यूतम् दूरात् परिहरणीयम्।’–અર્થઃ–બધાં અનર્થોને ઉત્પન્ન કરનાર, શૌચ જે લોભનો ત્યાગ તેનો નાશ કરનાર અને કપટનું ઘર એવા જુગારને દૂરથી જ છોડવો જોઈએ.

ભાવાર્થઃ– ખરી રીતે જુગાર રમવો ઘણું જ ખરાબ કામ છે. સાત વ્યસનોમાંથી જુગાર જ સૌથી ખરાબ છે. જે પુરુષ જુગાર રમે છે તેઓ પ્રાયઃ બધાં પાપોનું આચરણ કરે છે, માટે જુગારનો ત્યાગ અવશ્ય કરવો જોઈએ. તેથી અનર્થદંડ ત્યાગનારને જુગારનો પણ ત્યાગ કરવો જોઈએ. ૧૪૬.

વિશેષ કહે છેઃ–

एवंविधमपरमपि ज्ञात्वा मुञ्चत्यनर्थदण्डं यः।
तस्यानिशमनवद्यं विजयमहिंसाव्रतं लभते।। १४७।।

અન્વયાર્થઃ– [यः] જે મનુષ્ય [एवं विधं] આ પ્રકારના [अपरमपि] બીજા પણ [अनर्थदंडम्] અનર્થદંડને [ज्ञात्वा] જાણીને [मुञ्चति] ત્યાગે છે [तस्य] તેને [अनवद्यं] નિર્દોષ [अहिंसाव्रतं] અહિંસાવ્રત [अनिशम्] નિરંતર [विजयम्] વિજય [लभते] પામે છે.

ટીકાઃ– ‘यः एवं विधं अपरं अपि अनर्थदण्डं ज्ञात्वा मुञ्चति तस्य अनवद्यं अहिंसाव्रतं अनिशं विजयं लभते।’–અર્થઃ–જે મનુષ્ય આ રીતે બીજા પણ પાપબંધ કરનાર અનર્થદંડને જાણીને છોડે છે, તે પુરુષનું પાપરહિત અહિંસાવ્રત હંમેશા વિજય પામે છે, અર્થાત્ સદૈવ પુણ્યબંધ કરતો, પાપનો ત્યાગ કરતો થકો કર્મોની નિર્જરા કરે છે.

ભાવાર્થઃ– સંસારમાં એવાં નાનાં નાનાં ઘણાં કાર્યો છે કે જેને કરવાથી વ્યર્થ જ પાપનો બંધ કર્યા કરે છે, તેથી બધા મનુષ્યોએ જેનાથી પોતાનું કાંઈ પ્રયોજન નથી એવા વ્યર્થ અનર્થદંડોનો ત્યાગ અવશ્ય કરવો–એ તેમનું કર્તવ્ય છે. આ રીતે ત્રણ ગુણવ્રતોનું વર્ણન સમાપ્ત કર્યું. ૧૪૭.