૧૧૨ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
तत्त्वोपलब्धिमूलं बहुशः सामायिकं कार्यम्।। १४८।।
અન્વયાર્થઃ– [रागद्वेषत्यागात्] રાગ–દ્વેષના ત્યાગથી [निखिलद्रव्येषु] બધા ઇષ્ટ– અનિષ્ટ પદાર્થોમાં [साम्यं] સામ્યભાવને [अवलम्ब्य] અંગીકાર કરીને [तत्त्वोपलब्धिमूलं] આત્મતત્ત્વની પ્રાપ્તિનું મૂળકારણ એવું [सामायिकं] સામાયિક [कार्यम्] કરવું જોઈએ.
ટીકાઃ– ‘निखिलद्रव्येषु रागद्वेषत्यागात् साम्यं अवलम्ब्य तत्त्वोपलब्धि मूलं सामायिकं बहुशः कार्यम्।’ અર્થઃ–સમસ્ત ઇષ્ટ–અનિષ્ટ પદાર્થોમાં રાગદ્વેષ ભાવોનો ત્યાગ કરવાથી, સમતાભાવનું આલંબન કરીને, આત્માના સ્વરૂપની પ્રાપ્તિ કરવામાં મૂળકારણ સામાયિક છે તે વારંવાર કરવું જોઈએ, અર્થાત્ દરરોજ ત્રણે કાળે કરવું જોઈએ. તેને જ સામાયિક શિક્ષાવ્રત કહે છે.
ભાવાર્થઃ– ‘સમ્’ એટલે એકરૂપ અને ‘અય’ એટલે આત્માના સ્વરૂપમાં ગમન તે ‘સમય’ થયું. એવો ‘સમય’ જેનું પ્રયોજન છે તેને સામાયિક કહે છે. આ સામાયિક સમતાભાવ વિના થઈ શકે નહિ. તેથી સુખદાયક અને દુઃખદાયક પદાર્થોમાં સમાન બુદ્ધિ રાખતો શ્રાવક ત્રણે કાળે પાંચે પાપોનો ત્યાગ કરીને અવશ્ય સામાયિક કરે. એને સામાયિક શિક્ષાવ્રત કહે છે. ૧૪૮.
અન્વયાર્થઃ– [तत्] તે સામાયિક [रजनीदिनयोः] રાત્રિ અને દિવસના [अन्ते] અંતે [अविचलितम्] એકાગ્રતાપૂર્વક [अवश्यं] અવશ્ય [भावनीयम्] કરવું જોઈએ. [पुनः] અને જો [इतरत्र समये] અન્ય સમયે [कृतं] કરવામાં આવે તો [तत् कृतं] તે સામાયિક કાર્ય [दोषाय] દોષનો હેતુ [न] નથી, પણ [गुणाय] ગુણને માટે જ હોય છે.