Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 150.

< Previous Page   Next Page >


Page 113 of 186
PDF/HTML Page 125 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૧૩

ટીકાઃ– ‘तत् सामायिकं रजनी दिनयोः अन्ते अवश्यं अविचलितं भावनीयं पुनः इतरत्र समये दोषाय कृतम् न किन्तु तत् गुणाय कृतम् अस्ति।’–અર્થઃ–તે સામાયિક પ્રત્યેક શ્રાવકે રાતના અંતે અને દિવસના અંતે અર્થાત્ પ્રભાતે અને સંધ્યાકાળે અવશ્ય નિયમપૂર્વક કરવું જોઈએ અને બાકીના વખતે જો સામાયિક કરે તો ગુણ નિમિત્તે જ હોય છે, દોષ નિમિત્તે નહિ.

ભાવાર્થઃ– ગૃહસ્થ શ્રાવક ગૃહસ્થપણાનાં અનેક કાર્યોમાં સંલગ્ન રહે છે તેથી તેને માટે આલંબનરૂપ પ્રભાત અને સંધ્યાના બન્ને સમય આચાર્યોએ નિયમિત કર્યા છે. આમ તો સામાયિક ગમે ત્યારે કરવામાં આવે તેનાથી આત્માનું કલ્યાણ જ છે, નુકસાન કદીપણ નથી. તેથી પ્રત્યેક શ્રાવકે બન્ને સમય અથવા ત્રણ સમય બે ઘડી, ચાર ઘડી કે છ ઘડી સુધી પાંચે પાપનો તથા આરંભ–પરિગ્રહનો ત્યાગ કરીને એકાંત સ્થાનમાં શુદ્ધ મન કરીને પહેલાં પૂર્વ દિશામાં નમસ્કાર કરવા, પછી નવવાર નમસ્કારમંત્રનો જાપ કરવો, પછી ત્રણ આવર્તન કરવા અને એક શિરોનતિ કરવી. આ રીતે ચારે દિશામાં કરીને ખડ્ગાસન અથવા પદ્માસન કરીને સામાયિક કરવું અને જ્યારે સામાયિક પૂર્ણ થઈ જાય ત્યારે અંતે પણ શરૂઆતની પેઠે નવવાર નમસ્કારમંત્રનો જાપ, ત્રણ ત્રણ આવર્તન, એક એક શિરોનતિ એ જ પ્રમાણે કરવી. આ જ સામાયિક કરવાની સ્થૂળ વિધિ છે. સામાયિક કરતી વખતે શ્રાવક પણ મુનિસમાન જ છે. ૧૪૯.

सामायिकश्रितानां समस्तसावद्ययोगपरिहारात्।
भवति
महाव्रतमेषामुदयेऽपि चरित्रमोहस्य।। १५०।।

અન્વયાર્થઃ– [एषाम्] [सामायिकश्रितानां] સામાયિક દશાને પામેલા શ્રાવકોને [चरित्रमोहस्य] ચારિત્રમોહનો [उदये अपि] ઉદય હોવા છતાં પણ [समस्तसावद्ययोगपरिहारात्] સમસ્ત પાપના યોગના ત્યાગથી [महाव्रतं] મહાવ્રત [भवति] થાય છે. _________________________________________________________________ ૧. [સામાયિકને માટે ૧–યોગ્ય ક્ષેત્ર, ૨–યોગ્ય કાળ, ૩–યોગ્ય આસન, ૪–યોગ્ય વિનય, પ–મનશુદ્ધિ,

૬–વચનશુદ્ધિ, ૭–ભાવશુદ્ધિ અને ૮–કાયશુદ્ધિ એ આઠ વાતની અનુકૂળતા હોવી જરૂરી છે; તેમાં
ભેદજ્ઞાનપૂર્વક સ્વસન્મુખતાના બળથી જેટલી પરિણામોની શુદ્ધતા થાય તેટલી નિશ્ચય સામાયિક છે,
ત્યાં વર્તતા શુભરાગને વ્યવહાર સામાયિક કહેવામાં આવે છે. નિશ્ચયસમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક જેણે
કષાયની બે ચોકડીનો અભાવ કર્યો છે તે જીવને સાચાં અણુવ્રત અને સામાયિકવ્રત હોય છે, જેને
નિશ્ચયસમ્યગ્દર્શન ન હોય તેના વ્રતને સર્વજ્ઞદેવે બાળવ્રત–અજ્ઞાનમયવ્રત કહેલ છે.
]