Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 151-152.

< Previous Page   Next Page >


Page 114 of 186
PDF/HTML Page 126 of 198

 

૧૧૪ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય

ટીકાઃ– ‘सामायिकश्रितानां एषां श्रावकानां समस्तसावद्ययोगपरिहारात् चरित्रमोहस्य उदये अपि महाव्रतं भवति।’–અર્થઃ–સામાયિક કરનાર શ્રાવકને તે સમયે સમસ્ત પાંચે પાપોનો ત્યાગ હોવાથી પ્રત્યાખ્યાનાવરણ ચારિત્રમોહનીય કર્મનો ઉદય હોવા છતાં પણ મહાવ્રત જ છે.

ભાવાર્થઃ– શ્રાવક જે વખતે સામાયિક કરી રહ્યો છે ત્યારે ખરી રીતે તેની તે વખતની અવસ્થા મુનિ સમાન જ છે. તેના પરિણામોમાં અને મુનિના પરિણામોમાં વિશેષ તફાવત નથી. ભેદ ફક્ત એટલો જ છે કે મુનિ દિગંબર છે અને શ્રાવક વસ્ત્રસહિત છે. મુનિ મહારાજે પ્રત્યાખ્યાનાવરણ કષાયોનો ત્યાગ કરી દીધો છે અને શ્રાવકે હજી સુધી પ્રત્યાખ્યાનાવરણ કષાયોનો ત્યાગ કર્યો નથી. ૧પ૦.

હવે બીજું શિક્ષાવ્રત પ્રોષધોપવાસનું સ્વરૂપ કહે છેઃ–

सामायिकसंस्कारं प्रतिदिनमारोपितं स्थिरीकर्तुम्।
पक्षार्द्धयोर्द्वयोरपि
कर्तव्योऽवश्यमुपवासः।। १५१।।

અન્વયાર્થઃ– [प्रतिदिनं] દરરોજ [आरोपितं] અંગીકાર કરેલ [सामायिकसंस्कारं] સામાયિકરૂપ સંસ્કાર [स्थिरीकर्तुम्] સ્થિર કરવાને માટે [द्वयोः] બન્ને [पक्षार्द्धयोः] પક્ષના અર્ધભાગમાં અર્થાત્ અષ્ટમી અને ચતુર્દશીના દિવસે [उपवासः] ઉપવાસ [अवश्यमपि] અવશ્ય [कर्तव्यः] કરવો જોઈએ.

ટીકાઃ– ‘प्रतिदिनं आरोपितं सामायिक संस्कारं स्थिरीकर्तुम् द्वयोरपि पक्षार्द्धयोः अवश्यम् उपवासः कर्तव्यः’–અર્થઃ–પ્રતિદિન અંગીકાર કરેલ સામાયિક વ્રતની દ્રઢતા કરવા માટે બન્ને પખવાડિયાના અર્ધા ભાગમાં જે ચૌદશ અને આઠમ છે તેમાં અવશ્ય ઉપવાસ કરવો જોઈએ.

ભાવાર્થઃ– આ પ્રોષધ ઉપવાસ દરેક મહિનામાં ચાર વાર કરવામાં આવે છે, અર્થાત્ દરેક ચૌદશ અને આઠમના દિવસે તે કરવામાં આવે છે. તેનાથી સામાયિક કરવાની ભાવના દ્રઢ રહે અર્થાત્ વિષયકષાયોમાંથી ચિત્ત સદા વિરક્ત જ રહે છે તેથી પ્રત્યેક ગૃહસ્થે સામાયિક અવશ્ય કરવું જોઈએ. ૧પ૧.

પ્રોષધોપવાસની વિધિ

मुक्तसमस्तारम्भः प्रोषधदिनपूर्ववासरस्यार्द्धे।
उपवासं
गृह्णीयान्ममत्वमपहाय देहादौ।। १५२।।