પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૧પ
અન્વયાર્થઃ– [मुक्तसमस्तारम्भः] સમસ્ત આરંભથી મુક્ત થઈને [देहादौ] શરીરાદિમાં [ममत्वं] આત્મબુદ્ધિનો [अपहाय] ત્યાગ કરીને [प्रोषधदिनपूर्ववासरस्यार्द्धे] ઉપવાસના આગલા દિવસના અર્ધા ભાગમાં [उपवासं] ઉપવાસ [गृह्णीयात्] અંગીકાર કરવો જોઈએ.
ટીકાઃ– ‘प्रोषधदिनपूर्ववासरस्यार्द्धे मुक्तसमस्तारम्भः देहादौ ममत्वं अपहाय उपवासं गृह्णीयात्।’–અર્થઃ–ઉપવાસ કરવાના એક દિવસ અગાઉ અર્થાત્ ધારણાના દિવસે સમસ્ત આરંભ છોડીને ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને શરીર વગેરેમાં મમત્વભાવ છોડીને ઉપવાસ ગ્રહણ કરવો.
ભાવાર્થઃ– જેમ કે આઠમનો ઉપવાસ કરવાનો છે તો સાતમના બાર વાગ્યાથી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને, સમસ્ત આરંભનો ત્યાગ કરતો થકો શરીરાદિથી મોહ છોડીને ઉપવાસ ધારણ કરવો. ૧પ૨.
અન્વયાર્થઃ– પછી [विविक्तवसतिं] નિર્જન ૧વસતિકા–નિવાસસ્થાનમાં [श्रित्वा] જઈને [समस्तसावद्ययोगं] સમ્પૂર્ણ ૨સાવદ્યયોગનો [अपनीय] ૩ત્યાગ કરીને [सर्वेन्द्रियार्थविरतः] સર્વ ઇન્દ્રિયોથી વિરક્ત થઈ [कायमनोवचनगुप्तिभिः] મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ સહિત [तिष्ठेत] સ્થિર થાય.
ટીકાઃ– ‘विविक्त वसतिं श्रित्वा समस्त सावद्ययोगं अपनीय सर्वेन्द्रियार्थविरतः कायमनोवचनगुप्तिभिः तिष्ठेत्।’–અર્થઃ–જેણે સાતમના દિવસે ઉપવાસ ધારણ કર્યો છે તે શ્રાવક તે જ વખતે એકાંત સ્થાનમાં જઈને હિંસાદિ પાંચે પાપોનો સંકલ્પપૂર્વક ત્યાગ કરીને, પાંચે ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત થઈને મન, વચન અને કાયાને વશ રાખે અર્થાત્ ત્રણે ગુપ્તિનું પાલન કરે. _________________________________________________________________ ૧. પ્રાચીન સમયમાં નગર–ગ્રામોની બહાર ધર્માત્માજન મુનિઓને ઉતરવા માટે–આરામ માટે અથવા
વસતિકાઓ આજ પણ જોવામાં આવે છે. ૨–અપધ્યાન માઠું ધ્યાન, અપકથન અને અપચેષ્ટારૂપ
પાપસહિત ક્રિયા. ૩–સમસ્તસાવદ્યયોગનો ત્યાગ જે સમયે સાવદ્યક્રિયાઓનો ત્યાગ કરે, તે સમયે
‘‘હું સર્વસાવદ્યયોગનો ત્યાગી થાઉં છું’’ એવી પ્રતિજ્ઞા કરે.