૧૧૬ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
ભાવાર્થઃ– ઉપવાસનો બધો સમય ધર્મધ્યાન વગેરેમાં વિતાવવો જોઈએ. એકાંત સ્થાન વિના ધર્મધ્યાન થઈ શકતું નથી. માટે એકાંત સ્થાન ધર્મશાળા, ચૈત્યાલય વગેરેમાં વાસ કરે અને જો મનમાં વિચાર કરે તો ધાર્મિક વાતોનો જ વિચાર કરે, જો વચન બોલે તો ધાર્મિક વાતોનું જ વિવેચન કરે અને જો કાયાની ચેષ્ટા કરે તો પોતાની મર્યાદા પ્રમાણે જ હરે ફરે, નિરર્થક હરે ફરે નહિ. આ રીતે ત્રણે ગુપ્તિઓનું પાલન કરે. ૧પ૩.
शुचिसंस्तरे त्रियामां गमयेत्स्वाध्यायजितनिद्रः।। १५४।।
અન્વયાર્થઃ– [विहितसान्ध्यविधिम्] જેમાં પ્રાતઃકાળ અને સંધ્યાકાળની સામાયિકાદિ ક્રિયા કરીને [वासरम्] દિવસ [धर्मध्यानासक्तः] ધર્મધ્યાનમાં લીન થઈને [अतिवाह्य] વિતાવીને [स्वाध्यायजितनिद्रः] પઠન–પાઠનથી નિદ્રાને જીતીને [शुचिसंस्तरे] પવિત્ર પથારી પર [त्रियामां] રાત્રિ [गमयेत्] પૂર્ણ કરે.
ટીકાઃ– ‘धर्मध्यानासक्तो वासरं अतिवाह्य विहित सान्ध्यविधिम् स्वाध्यायजितनिद्रः शुचिसंस्तरे त्रियामां गमयेत्।’–અર્થઃ–ઉપવાસ સ્વીકારીને શ્રાવક, ધર્મધ્યાનમાં લીન થઈ દિવસ પૂર્ણ કરી સંધ્યા સમયે સામાયિક વગેરે કરીને ત્રણ પહોર સુધી પવિત્ર પથારીમાં યથાશક્તિ સ્વાધ્યાય કરીને રાત્રિ પૂર્ણ કરે.
ભાવાર્થઃ– આ ઉપવાસ ધારણાનો દિવસ છે તેથી બપોરના બાર વાગ્યાથી સંધ્યાકાળ સુધી ધર્મધ્યાન કરવું, પછી સામાયિક કરવું, પછી સ્વાધ્યાય કરવી, પછી શયન કરવું. યથાશક્તિ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું. પછી પ્રાતઃકાળે ચાર વાગ્યે પથારી છોડીને જાગ્રત થઈ જવું. ૧પ૪.
निर्वर्तयेद्यथोक्तं जिनपूजां प्रासुकैर्द्रव्यैः।। १५५।।
અન્વયાર્થઃ– [ततः] પછી [प्रातः] સવારમાં [प्रोत्थाय] ઊઠીને [तात्कालिकं] તે સમયની [क्रियाकल्पम्] ક્રિયાઓ [कृत्वा] કરીને [प्रासुकैः] પ્રાસુક અર્થાત્