Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 156.

< Previous Page   Next Page >


Page 117 of 186
PDF/HTML Page 129 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૧૭ જીવરહિત [द्रव्यैः] દ્રવ્યોથી [यथोक्तं] આર્ષ ગ્રન્થોમાં કહ્યા પ્રમાણે [जिनपूजां] જિનેશ્વરદેવની પૂજા [निर्वर्तयेत्] કરવી.

ટીકાઃ– ‘ततः प्रातः प्रोत्थाय तात्कालिकं क्रियाकल्पं कृत्वा यथोक्तं प्रासुकैः द्रव्यैः जिनपूजां निर्वर्तयेत्।’–અર્થઃ–સૂતા પછી ચાર વાગ્યે બ્રહ્મમુહૂર્તમાં જાગ્રત થઈને સામાયિક અને ભજન–સ્તુતિ વગેરે કરીને શૌચાદિ સ્નાન વગેરે કરી પ્રાસુક આઠ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરવી તથા સ્વાધ્યાય વગેરે કરવાં.

ભાવાર્થઃ– આચાર્યોનો અભિપ્રાય અહીં પ્રાસુક દ્રવ્યોથી પૂજન કરવાનો છે તેથી જળને લવિંગ દ્વારા પ્રાસુક બનાવી લેવું જોઈએ અથવા જળ ઉકાળી લેવું જોઈએ અને તે જળથી દ્રવ્યો ધોવાં જોઈએ. ભગવાનની પૂજા માટે મોસંબી, નારંગી, સીતાફળ, શેરડી આદિ સચિત્ત વસ્તુઓ ઉપવાસના વ્રતધારીએ કદીપણ ચઢાવવી નહિ. ૧પપ.

उक्तेन ततो विधिना नीत्वा दिवसं द्वितीयरात्रिं च।
अतिवाह्येत्प्रयत्नादर्धं
च तृतीयदिवसस्य।। १५६।।

અન્વયાર્થઃ– [ततः] ત્યાર પછી [उक्तेन] પૂર્વોક્ત [विधिना] વિધિથી [दिवसं] ઉપવાસનો દિવસ [च] અને [द्वितीयरात्रिं] બીજી રાત્રિ [नीत्वा] વિતાવીને [च] પછી [तृतीयदिवसस्य] ત્રીજા દિવસનો [अर्धं] અર્ધભાગ પણ [प्रयत्नात्] અતિશય યત્નાચારપૂર્વક [अतिवाहयेत्] વ્યતીત કરવો.

ટીકાઃ– ‘ततः उक्तेन विधिना दिवसं नीत्वा च द्वितीय रात्रिं नीत्वा च तृतीय दिवसस्य अर्द्धं प्रयत्नात् अतिवाहयेत्।’–અર્થઃ–પછી જેવી રીતે ધર્મધ્યાનથી પહેલો અર્ધો દિવસ વિતાવ્યો હતો તેવી જ રીતે બીજો દિવસ વિતાવીને, તથા જેવી રીતે સ્વાધ્યાયપૂર્વક પહેલી રાત્રિ વિતાવી હતી તેવી જ રીતે બીજી રાત્રિ વિતાવીને ખૂબ પ્રયત્નપૂર્વક ત્રીજો અર્ધો દિવસ પણ વિતાવવો.

ભાવાર્થઃ– જેવી રીતે ધારણાનો દિવસ વિતાવ્યો હતો તેવી જ રીતે પારણાનો દિવસ વિતાવવો. ધારણાથી લઈને પારણા સુધી સોળ પહોર સુધી શ્રાવકે સારી રીતે _________________________________________________________________ ૧. પ્રાસુક જે દ્રવ્ય સુકાયેલું હોય પાકી ગયેલું હોય, અગ્નિથી તપાવેલું હોય, આમ્લરસ તથા લવણ

મિશ્રિત હોય, કોલ્હુ, સંચો, છરી, ઘંટી આદિ યંત્રોથી છિન્નભિન્ન કરેલ હોય તથા સંશોધિત હોય તે
બધાં પ્રાસુક અચિત્ત છે. આ ગાથા સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રન્થની સંસ્કૃત ટીકામાં તથા
ગોમ્મટસારની કેશવવર્ણીકૃત સં. ટીકામાં સત્યવચનના ભેદોમાં કહેવામાં આવી છે.