Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 157-158.

< Previous Page   Next Page >


Page 118 of 186
PDF/HTML Page 130 of 198

 

૧૧૮ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય ધર્મધ્યાનપૂર્વક જ સમય વિતાવવો, ત્યારે જ તેનો ઉપવાસ કરવો સાર્થક છે; કારણ કે વિષય– કષાયોના ત્યાગ માટે જ ઉપવાસ વગેરે કરવામાં આવે છે. ૧પ૬.

ઉપવાસ કરવાનું ફળ બતાવે છેઃ–

इति यः षोडशयामान् गमयति परिमुक्तसकलसावद्यः।
तस्य
तदानीं नियतं पूर्णमहिंसाव्रतं भवति।। १५७।।

અન્વયાર્થઃ– [यः] જે જીવ [इति] આ રીતે [परिमुक्तसकलसावद्यः सन्] સંપૂર્ણ પાપક્રિયાઓથી રહિત થઈને [षोडशयामान्] સોળ પહોર [गमयति] વિતાવે છે [तस्य] તેને [तदानीं] તે વખતે [नियतं] નિશ્ચયપૂર્વક [पूर्णं] સંપૂર્ણ [अहिंसाव्रतं] અહિંસાવ્રત [भवति] થાય છે.

ટીકાઃ– ‘इति (पूर्वोक्तरीत्या) यः (श्रावकः) परिमुक्तसकलसावद्यः षोडशयामान् गमयति, तस्य (श्रावकस्य) तदानीं नियतं पूर्णं अहिंसाव्रतं भवति।’–અર્થઃ–જેવી રીતે ઉપવાસની વિધિ બતાવી છે તેવી રીતે જે શ્રાવક સંપૂર્ણ આરંભ–પરિગ્રહનો ત્યાગ કરી સોળ પહોર વિતાવે છે તે શ્રાવકને તે સોળ પહોરમાં નિયમથી પૂર્ણ અહિંસાવ્રતનું પાલન થાય છે.

ભાવાર્થઃ– ઉપવાસ ત્રણ પ્રકારે છેઃ–ઉત્કૃષ્ટ ઉપવાસ સોળ પહોરનો છે, મધ્યમ ઉપવાસ બાર પહોરનો છે, જઘન્ય ઉપવાસ આઠ પહોરનો છે. જેમ (૧) સાતમને દિવસે બાર વાગ્યે ઉપવાસ ધારણ કર્યો અને નોમને દિવસે બાર વાગ્યે

પારણું કર્યું તો સોળ પહોર થયા તે ઉત્કૃષ્ટ ઉપવાસ છે.
(૨) સાતમને દિવસે સંધ્યા સમયે પાંચ વાગ્યે ઉપવાસ ધારણ કર્યો અને નોમને દિવસે
સાત વાગ્યે પારણું કરે તો એ બાર પહોરનો મધ્યમ ઉપવાસ છે.
(૩) જઘન્ય ઉપવાસ આઠ પહોરનો છે. એ આઠમને દિવસે સવારમાં આઠ વાગ્યે ધારણ
કરવામાં આવે અને નોમને દિવસે સવારે આઠ વાગ્યે પારણું કરવામાં આવે તે આઠ
પહોરનો જઘન્ય ઉપવાસ થયો. આ રીતે ઉપવાસનું વર્ણન પૂર્ણ થયું. ૧પ૭.

ઉપવાસમાં વિશેષપણે અહિંસાની પુષ્ટિ

भोगोपभोगहेतोः स्थावरहिंसा भवेत् किलामीषाम्।
भोगोपभोग विरहाद्भवति न लेशोऽपि हिंसायाः।। १५८।।