પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૧૯
અન્વયાર્થઃ– [किल] ખરેખર [अमीषाम्] આ દેશવ્રતી શ્રાવકને [भोगोपभोग] ભોગ–ઉપભોગના હેતુથી [स्थावरहिंसा] સ્થાવર અર્થાત્ એકેન્દ્રિય જીવોની હિંસા [भवेत्] થાય છે પણ [भोगोपभोगविरहात्] ભોગ–ઉપભોગના ત્યાગથી [हिंसायाः] હિંસા [लेशः अपि] લેશ પણ [न भवति] થતી નથી.
ટીકાઃ– ‘‘किल अमीषाम् (श्रावकानाम्) भोगोपभोगहेतोः स्थावरहिंसा भवेत् (अतः उपवासे) भोगोपभोगविरहात् हिंसायाः लेशोऽपि न भवति’’–અર્થઃ–નિશ્ચયથી શ્રાવકોને ભોગ– ઉપભોગના પદાર્થો સંબંધી સ્થાવરહિંસા થાય છે, કેમકે ગૃહસ્થ શ્રાવક ત્રસહિંસાનો તો પૂર્ણ ત્યાગી જ છે. જ્યારે ગૃહસ્થ ઉપવાસમાં સમસ્ત આરંભ–પરિગ્રહ અને પાંચે પાપનો સંપૂર્ણ ત્યાગ કરી દે છે ત્યારે તેને ઉપવાસમાં સ્થાવરહિંસા પણ થતી નથી. આ કારણે પણ તેને અહિંસા મહાવ્રતનું પાલન થાય છે. ૧પ૮.
એ જ રીતે ઉપવાસમાં અહિંસા મહાવ્રતની જેમ બીજાં ચાર મહાવ્રત પણ પળાય છે એ વાત બતાવે છેઃ–
नाब्रह्म मैथुनमुचः सङ्गो नाङ्गेप्यमूर्छस्य।। १५९।।
અન્વયાર્થઃ– અને ઉપવાસધારી પુરુષને [वाग्गुप्तेः] વચનગુપ્તિ હોવાથી [अनृतं] જૂઠું વચન [न] નથી, [समस्तादानविरहतः] સંપૂર્ણ અદત્તાદાનના ત્યાગથી [स्तेयम्] ચોરી [न] નથી, [मैथुनमुच] મૈથુન છોડનારને [अब्रह्म] અબ્રહ્મચર્ય [न] નથી અને [अङ्गे] શરીરમાં [अमूर्छस्य] નિર્મમત્વ હોવાથી [सङ्गः] પરિગ્રહ [अपि] પણ [न] નથી.
ટીકાઃ– ‘वाग्गुप्तेः अनृतं नास्ति, समस्तादानविरहतः स्तेयं नास्ति, मैथुनमुचः अब्रह्म नास्ति, अङ्गे अपि अमूर्छस्य सङ्गः नास्ति।’–અર્થઃ–ઉપવાસધારી પુરુષને વચનગુપ્તિ પાળવાથી સત્ય મહાવ્રત પળાય છે, દીધા વિનાની સમસ્ત વસ્તુઓનો ત્યાગ હોવાથી અચૌર્ય મહાવ્રત પળાય છે, સંપૂર્ણ મૈથુન કર્મનો ત્યાગ હોવાથી બ્રહ્મચર્ય મહાવ્રત પળાય છે અને શરીરમાં જ મમત્વપરિણામ ન હોવાથી પરિગ્રહત્યાગ મહાવ્રત પળાય છે. એ રીતે ચારે મહાવ્રત પાળી શકે છે. ૧પ૯.
હવે અહીં કોઈ શંકા કરે કે જો શ્રાવકને પણ મહાવ્રત છે અને મુનિઓને પણ મહાવ્રત છે તો બન્નેમાં તફાવત શું છે?