૧૨૦ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
તો કહે છેઃ–
उदयति चरित्रमोहे लभते तु न संयमस्थानम्।। १६०।।
અન્વયાર્થઃ– [इत्थम्] આ રીતે [अशेषितहिंसाः] સંપૂર્ણ હિંસાઓથી રહિત [सः] તે પ્રોષધ ઉપવાસ કરનાર પુરુષ [उपचारात्] ઉપચારથી અથવા વ્યવહારનયથી [महाव्रतित्वं] મહાવ્રતપણું [प्रयाति] પામે છે, [तु] પણ [चरित्रमोहे] ચારિત્રમોહના [उदयति] ઉદયરૂપ હોવાના કારણે [संयमस्थानम्] સંયમસ્થાન અર્થાત્ પ્રમત્તાદિ ગુણસ્થાન [न लभते] પ્રાપ્ત કરતો નથી.
ટીકાઃ– ‘इत्थं अशेषितहिंसाः सः (श्रावकः) उपचारात् महाव्रतित्वं प्रयाति, तु चरित्रमोहे उदयति (सति) संयमस्थानं न लभते।’–અર્થઃ–આ રીતે જેને હિંસા બાકી છે એવો શ્રાવક ઉપચારથી મહાવ્રતપણું પામે છે. ખરી રીતે તે મહાવ્રતી નથી, કેમકે પ્રત્યાખ્યાનાવરણ ચારિત્રમોહનીય કર્મના ઉદયમાં જોડાવાથી તે શ્રાવક મહાવ્રત સંયમને પ્રાપ્ત થઈ શકતો નથી.
ભાવાર્થઃ– વાસ્તવમાં જેને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ–માન–માયા–લોભનો અભાવ થઈ ગયો છે તે જ મહાવ્રતી સંયમી કહેવાય છે. પણ જેમને તે કષાયોનો અભાવ થયો નથી પણ તેને દ્રવ્યરૂપ પાંચે પાપોનો અભાવ થઈ ગયો હોય તો તેને ઉપચારથી મહાવ્રત છે; ખરી રીતે મહાવ્રત નથી, કેમકે પૂર્ણ સંયમ પ્રમત્ત ગુણસ્થાનમાં જ શરૂ થાય છે અને પ્રમત્ત ગુણસ્થાન પ્રત્યાખ્યાનાવરણ કષાયના અભાવ વિના થતું નથી. આ રીતે પ્રોષધોપવાસનું વર્ણન કર્યું. આ પ્રોષધોપવાસ બધા શ્રાવકોએ કરવો જોઈએ, કેમ કે એમાં પાંચે મહાપાપોનો ત્યાગ થઈ જાય છે અને પાંચે ઇંદ્રિયોના વિષય તથા કષાયોનું દમન પણ થાય છે. જે ગૃહસ્થ કેવળ માન–મોટાઈ માટે જ ઉપવાસ કરે છે અને પોતાના કષાયોનો ત્યાગ કરતા નથી તેમને ઉપવાસ કરવો એ ન કરવા સમાન જ છે. ૧૬૦.