પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૨૧
અન્વયાર્થઃ– [विरताविरतस्य] દેશવ્રતી શ્રાવકને [भोगोपभोगमूला] ભોગ અને ઉપભોગના નિમિત્તે થતી [हिंसा] હિંસા થાય છે [अन्यतः न] અન્ય પ્રકારે થતી નથી, માટે [तौ] તે બન્ને અર્થાત્ ભોગ અને ઉપભોગ [अपि] પણ [वस्तुतत्त्वं] વસ્તુસ્વરૂપ [अपि] અને [स्वशक्तिम्] પોતાની શક્તિને [अधिगम्य] જાણીને અર્થાત્ પોતાની શક્તિ અનુસાર [त्याज्यौ] છોડવા યોગ્ય છે.
ટીકાઃ– ‘विरताविरतस्य भोगोपभोगमूला हिंसा भवति। अन्यतः न इति हेतोः भावकेन वस्तुतत्त्वं अधिगम्य तथा स्वशक्तिम् अपि अधिगम्य तौ अपि भोगोपभोगौ अपि त्याज्यो।’– અર્થઃ–દેશવ્રત પાળનાર શ્રાવકને ભોગના પદાર્થો સંબંધી અને ઉપભોગના પદાર્થો સંબંધી હિંસા થાય છે, પણ બીજા કોઈ પ્રકારે હિંસા થતી નથી. આ કારણે વસ્તુસ્વરૂપ જાણીને તથા પોતાની શક્તિને પણ જાણીને તે ભોગ અને ઉપભોગને છોડવા.
ભાવાર્થઃ– જે એક વાર ભોગવવામાં આવે તેને ભોગ કહે છે. જેમ કે દાળ, ભાત, રોટલી, પુરી, પાણી, દૂધ, દહીં, પેંડા, જલેબી, પુષ્પમાળા વગેરે બધા ભોગ પદાર્થો છે. જે વારંવાર ભોગવવામાં આવે તેને ઉપભોગ કહે છે. જેમ કે કપડાં, વાસણ, ઘર, મકાન, ખેતર, જમીન, ગાય, બળદ વગેરે બધા ઉપભોગ પદાર્થો છે શ્રાવકને આ પદાર્થોના સંબંધથી હિંસા થાય છે તેથી શ્રાવકોએ આ હિંસાનાં કારણોનો શીઘ્ર ત્યાગ કરવો જોઈએ. ૧૬૧.
करणीयमशेषाणां
અન્વયાર્થઃ– [ततः] કારણ કે [एकम्] એક સાધારણ શરીરને–કંદમૂળાદિને [अपि] પણ [प्रजिघांसुः] ઘાતવાની ઇચ્છા કરનાર પુરુષ [अनन्तानि] અનંત જીવને [निहन्ति] મારે છે, [अतः] માટે [अशेषाणां] સંપૂર્ણ [अनन्तकायानां] અનંતકાયનો [परिहरणं] પરિત્યાગ [अवश्यम्] અવશ્ય [करणीयम्] કરવો જોઈએ.
ટીકાઃ– ‘एकं अपि प्रजिघांसुः अतः अनन्तानि निहन्ति ततः अशेषाणां अनन्तकायानां अवश्यं परिहरणं करणीयम्।’–અર્થઃ–એક કંદમૂળ સંબંધી જીવને ખાવાની ઇચ્છા કરનાર ગૃહસ્થ તે જીવની સાથે સાથે તેને આશ્રયે રહેતા સાધારણ અનંતા